News of Thursday, 19th November 2026
બોટાદના ગુન્હામાં ફરાર જામનગરનો શખ્સ ઝડપાયો

જામનગરઃ તા.૧૯,જામનગર શહેરમાં અનુપમ ટોકીઝ સામે એસ.બી.આઇ.બેંક પાસે પાસે રોડ ઉપર થી બોટાદ.સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુનાના કામે અટક કરવાના બાકી આરોપી યશદિપસિંહ રાજેન્દ્રસિંહ ચૌહાણ જાતે ગીરા ઉ.વ.૨૩ ધંધો ડ્રાઇવિંગ રહે.હાલ રણજીતનગર લીલાશા બેકરી વાળી ગલી જામનગર મુળ ખંભાળીયા રોડ આવાસ કોલોની જામનગર વાળાને પકડી પાડી તપાસ થવા બોટાદ.સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ને સોપી આપેલ છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડીયા, અરજણભાઈ કોડીયાતર, ધનશ્યામભાઈ ડેરવાળીયા, ભરતભાઈ ડાંગર, મયુદીનભાઈ સૈયદ, હિતેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, ધમેન્દ્રસિંહ જાડેજા, ભયપાલિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અજયભાઈ વીરડા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
