<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

માધવપુરમાં રિસામણે બેઠેલી પત્‍નીને બાઇક ઉપર બેસાડીને નીકળતા બઘડાટીઃ ર ને ઇજા

એક બીજા ઉપર ધોકા વડે હુમલો કરીને મારી નાખવાની ધમકીઃ સામ સામી પોલીસ ફરિયાદો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧: માધવપુર ઘેડ બંદર વિસ્‍તારમાં રિસામણે બેઠેલી પત્‍નીના આરોપી યુવક તેના બાઇક ઉપર બેસીને નીકળતા જેની રિસામણે બેઠેલી પત્‍નીને પતિએ ના પાડતા બઘડાટી બોલી હતી અને એકબીજા ઉપર ધોકા વડે હુમલો કરતા ર વ્‍યકિતઓને ઇજા થઇ હતી આ બનાવમાં સામસામી પોલીસ ફરિયાદો નોંધાઇ છે.

માધવપુર બંદર વિસ્‍તારમાં રહેતા અલ્‍તાફ ઇસ્‍માઇલભાઇએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવેલ કે આરોપી નિઝામ જુમાભાઇએ અલ્‍તાફની રિસામણે બેઠેલી પત્‍નીને બાઇક ઉપર બેસાડીને ઘર પાસે નીકળતા જેની અલ્‍તાફે ના પાડતા નિઝામ અને તેની સાથે રહેલ આફ્રિદી જુસબભાઇ એક સંપ કરીને ધોકા વડે હુમલો કરીને મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદી અલ્‍તાફને ઇજા થઇ હતી.

આ બનાવમાં સામી પોલીસ ફરિયાદ નિઝામ જુમાભાઇએ નોંધાવીને જણાવેલ કે આરોપી અલ્‍તાફને તેની પત્‍ની સાથે અગાઉ માથાકુટ થયેલ હતી અને તે પોતાની સાળી થતી હોય બાઇક ઉપર બેસાડીને નીકળતા આરોપી અલ્‍તાફ અને તેની સાથે ફૈઝલ બન્‍ને ઉશ્‍કેરાઇને લાકડીના ધોકા વડે હુમલો કરતા પોતાને ઇજા થઇ હતી.

આ બન્‍ને સામસામી પોલીસ ફરિયાદોની તપાસ માધવપુર પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઇ. આર. ડી. નિનામ ચલાવી રહ્યાં છે. 

(11:59 AM IST)