તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
જુનાગઢના દારૂના બે ગુન્હામાં ત્રણ વર્ષથી ફરાર રાજકોટમાં છૂપાયેલ પોરબંદર પંથકનો શખ્સ ઝડપાયો

જુનાગઢ તા.૧૮: જૂનાગઢ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન પ્રોહી કલમ જૂનાગઢ સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન પ્રોહી કલમ ૬પઇ વિ. મુજબના કામેનો આરોપી ત્રણ વર્ષથી ફરાર શખ્સ ભરત અરશીભાઇ ઓડેદરા રહે. ભાવપરા ત્રણ તા.જી. પોરબંદર વાળો રાજકોટ ખાતે કુવાડવા રોડ, ભગવત પાર્ક શેરી નં. બે માં હોવાની હકિકત મળતા તુરત જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાજકોટ ખાતે રવાના કરી રાજકોટ ખાતે સ્થાનીક સોર્સ ઉભા કરી તપાસ કરતા વાડવા ફેરાટ મજકુર ઇસમ મળી આવતા ઉપરોકત બન્ને ગુન્હાઓમાં નાસતો ફરતો દ્વાવ્યા હોય. જેથી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે જૂનાગઢ શહેર બી ભગવી) ડીવીઝન પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ. કૃણાલ એમ.પટેલ તથાપો.સ.ઇ. ડી.કે.પટેલ તથા એ.એસ.આઇ. નિકુલ એમ. પટેલ, સામતભાઇ બારીયા, પો.હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ વાળા, સાહિલ સમા, જયદિપ કનેરીયા, જીતેષ મારૂ તથા પો.કોન્સ. વરજાંગ બોરીચા, જયેશ બાંભણીયાવિ.પો.સ્ટાફએ સાથે રહી કરવામાં આવેલ.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
