<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

જૂનાગઢના યુવાન સાથે સુરતના શખ્‍સની ૧૫ લાખની છેતરપિંડી

મેન્‍સવેરનો શોરૂમ શરૂ કરવા નાણા આપ્‍યા હતા, તપાસ શરૂ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩૦ :..   જૂનાગઢમાં બ્‍લોચ વાડા, સંઘાડીયા બજારમાં રહેતા સરફરાજભાઇ વલીમહમદભાઇ લાસારી ઉ.વ. ૪૫ને સુરતના સમીરભાઇ હારૂનભાઇ મેમણ નામના શખ્‍સે સુરતમા ડી. ડી. ફેશન નામ મેન્‍સવેરનો શો રૂમના નામથી પેઢી ચાલુ કરવા માટે વિશ્વાસમાં લીધા હતા.

આ શખ્‍સે સરફરાજભાઇ પાસેથી રોકડા રૂપીયા ૧૫ લાખ મેળવી લીધા હતા પરંતુ શખ્‍સે  સુરત ખાતે ડીડી ફેશન નામનો શો રૂમ ચાલુ કરી એક વર્ષ સુધી શો રૂમ ચાલુ રાખી તેના થતા નફા અંગે સરફરાજ ભાઈને કોઇ વળતર તથા મુદલ રકમ પરત આપેલ નહીં અને શો રૂમ બંધ કરી જતો રહી છેતરપીંડી આચરી હતી.

આ અંગે ગઈકાલે સરફરાજભાઈએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરે વધુ તપાસ પીએસઆઇ વાય. એન. સોલંકી ચલાવી રહ્યા છે.

(10:44 AM IST)