તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
વંથલીના મોટા કાજલીયાળાના યુવકે પૈસા આપવાનું બંધ કરતા શખ્સે છરી ઝીંકી
યુવકને સારવારમાં ખસેડાયો, હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨: વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામે યુવકે પૈસા આપવાનું બંધ કરતા તેના પર ગામના જ શખ્સે છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વિગતો એવી છે કે, મોટા કાજલીયાળામાં રહેતા અને પેઈન્ટિંગનું કામ કરતા ૪૦ વર્ષીય મુકેશભાઈ સાજણભાઈ વઘેરા પાસેથી જયેશ સંજયભાઈ વઘેરા નામનો શખ્સ વાપરવા માટે પૈસા લઈ જતો હતો. પરંતુ થોડા સમયથી મુકેશભાઈએ પૈસા આપવાનું બંધ કરી દેતા મનમાં ખાર રાખતો હતો.
રવિવારે સાંજના મુકેશભાઈ ગામની એક દુકાને બેઠા હતા. ત્યારે શખ્સ તેની પત્ની સાથે બાઈક પર નીકળ્યો હતો. ત્યાં બાઈક રોકી તું મને પૈસા વાપરવા કેમ નથી આપતો તેમ કહી ગાળો કાઢી માર માર માર્યો હતો. ત્યારબાદ યુવાન પોતાના ઘરે પરત ફર્યા ત્યારે જયેશ હાથમાં છરી લઈને ધસી આવ્યો હતો. તેણે ઁઆજે તને જાનથી મારી નાખવો છે તેમ કહી મુકેશભાઈના ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો, જેના કારણે ગંભીર ઈજા થઈ હતી. બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકઠા થઈ જતા જયેશ વઘેરાએ છરી સાથે જતા જતા આજે તો તું બચી ગયો પરંતુ હવે મારે હાથમાં આવીશ એટલે ગળું કાપી નાખીશઁ એવી ધમકી આપી નાસી ગયો હતો. ગંભીર ઈજા પામેલા મુકેશભાઈને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વંથલી પોલીસે શખ્સ વિરુદ્ધ હત્યાની કોશિષ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
