<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

ગોંડલના હડમતાળા જીઆઇડીસીના કારખાનામાં ભીષણ આગ ભભૂકીઃ કરોડોનો માલ બળીને ખાક

એચ.ડી. પોલી પ્‍લાસ્‍ટ કારખાનામાં આગને કાબુમાં લેવા ગોંડલ, શાપર અને રાજકોટથી ફાયરબ્રીગેડની ટીમો પહોંચી

ગોંડલ તા.૬: ગોંડલ નજીક હડમતાળા જીઆઇડીસીમાં એચડી પોલી પ્‍લાસ્‍ટ નામના કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી ગઇ છે.

આગને કાબુમાં લેવા રાજકોટ, શાપર અને ગોંડલની ફાયરબ્રિગેડ દોડી ગઇ છે.

આગ લાગી તે કારખાનામાં મંડપ સર્વિસની નેટ અને બાથરૂમના પાટલાનું ઉત્‍પાદન થતુ હતું અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્‍યુ છે. કારખાનાના માલીકના જણાવ્‍યા અનુસાર આ આગમાં કરોડોનું નુકશાન થયુ છે. આગને કાબુમાં લેવા ગોંડલ, શાપર, રાજકોટ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્‍થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરાઇ છે.

ભીષણ આગના કારણે સમગ્ર વિસ્‍તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી.

(11:44 AM IST)