તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી ભયંકર આગ 9 દિવસ સુધી ભારે તબાહી મચાવ્યા બાદ સંપૂર્ણ કાબૂમાં
પ્રારંભિક અહેવાલો મુજબ, 44 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માલસામાન આગમાં બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયો

મોરબીમાં સર્જાયેલી મગફળીના એક ગોડાઉનમાં લાગેલી આગ 9 દિવસ સુધી ભારે તબાહી મચાવી હતી. હવે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં રાહતની લાગણી પ્રસરી છે.
આ ભીષણ આગને ઠારવા માટે મોરબી અને રાજકોટ સહિત આસપાસના વિસ્તારોની ફાયર ટીમો દ્વારા દિવસ-રાત ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરોએ અદ્યતન સાધનો સાથે સતત મહેનત કરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા ગોડાઉનના વિશાળ શેડ અને સ્ટ્રેન્ચરને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યા હતા જેથી આગને વધુ ફેલાતી અટકાવી શકાય. આટલી જહેમત છતાં, લાખોની સંખ્યામાં સંગ્રહિત મગફળીના જથ્થાને બચાવવો મુશ્કેલ બન્યો હતો.
આ ઘટનામાં થયેલું નુકસાન અંદાજ કરતા પણ અનેકગણું વધારે હોવાનું સામે આવ્યું છે. પ્રારંભિક અહેવાલો મુજબ, 44 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માલસામાન આગમાં બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયો છે. મગફળીના આટલા મોટા જથ્થાના નાશથી વેપારીઓને મોટો આર્થિક ફટકો પડ્યો છે. આગ કેવી રીતે લાગી તે અંગેની પ્રાથમિક તપાસમાં કેટલાક સંભવિત કારણો તપાસવામાં આવી રહ્યા છે, જોકે આગની વિકરાળતાને કારણે સાબિતીઓ એકત્ર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને સ્થળને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું છે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
