News of Wednesday, 28th October 2026
વાંકાનેરના હોલમઢ ગામે તળપદા કોળી સમાજના નવા બંધારણ અંગે બેઠક યોજાઈ

(લિતેશ ચંદારાણા દ્વારા)વાંકાનેરઃ હોલમઢ ગામ ખાતે તળપદા કોળી સમાજનાં નવા બંધારણની માટેની અગત્યની મિટિંગ મળી હતી... ભેંરડા ગામે મળેલ સમસ્ત તળપદા કોળી સમાજનાં સંમેલનમાં જે નવું બંધારણ નક્કી કરવામાં આવેલ હતું, તેની જાણકારી ગામનાં તમામ કોળી સમાજનાં લોકો ને મળી રહે તે માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ હોલમઢ ગામમાં નવા બંધારણની યોગ્ય અમલવારી કરવામાં આવે તે માટે દરેક અટક વાઈજ નામોની બંધારણ સમિતિ નક્કી કરવામાં આવેલ હતી. બેઠકમાં સમાજના વડીલો, યુવાનો અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. નવા બંધારણની યોગ્ય અમલવારી માટે અટકવાર બંધારણ સમિતિ પણ નક્કી કરવામાં આવી હતી.સમાજની એકતા, સામૂહિક સહકાર અને ડિજિટલ યુગ સાથે સમયાનુરૂપ પરિવર્તનના હકારાત્મક અભિગમ સાથે યોજાયેલી આ બેઠક સમાજના સંગઠન અને વિકાસ તરફનું મહત્ત્વપૂર્ણ પગલું બની છે
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
