તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
મોરબીમાં આવાસ યોજનાના લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે મંત્રીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ.
મંત્રીએ લાભાર્થીઓના પ્રશ્નો સાંભળી ઉકેલ માટે યોજના બનાવી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જમીન પર મકાન બાંધતા લાભાર્થીઓને મકાન બનાવવા માટે ૪ લાખની સહાય આપવામાં આવે છે પરંતુ લાભાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય જે અંગે મંત્રી કાન્તીભાઈ અમૃતિયા સુધી રજૂઆત પહોંચતા આજે મહાનગરપાલિકા કચેરીના સભા ખંડમાં મંત્રી, મેયર ઉત્તમ સુરાણી, કમિશ્નર સંગીતાબેન રૈયાણી, ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.
જે બેઠકમાં આવાસ યોજના અંતર્ગત સરકારી સહાયનો લાભ મેળવનાર લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બે કલાક સુધી ચાલેલી બેઠકમાં પ્રશ્નો ઉકેલવા સૂચનાઓ આપવામાં આવી હતી લાભાર્થીઓને લાભ મેળવવા માટે નકશા અને નોટરી સહિતની કામગીરી માટે ખર્ચના પ્રશ્નો અંગે મંત્રીએ કોર્પોરેટરો જે તે વ્યવસાય સાથે જોડાયેલા હોય તેને વ્યાજબી ભાવથી કરી આપવા સુચના આપી હતી આવાસ યોજના અંતર્ગત ૪૯૦ આવાસો પૈકી ૨૬૧ મકાનના લાભાર્થીઓના હપ્તા શરુ થયા છે જે લાભાર્થીઓની કામગીરી કાગળો સહિતની સમયસર પૂર્ણ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે જોકે બેઠકમાં વચેટીયાઓ દ્વારા નાણાની માંગણી જેવા પ્રશ્નો અંગે મંત્રીએ પત્રકારોના પ્રશ્નોનો ઉડાઉ જવાબ આપ્યો હતો
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
