<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

કચ્‍છમાં ગાંધીધામ-અંજારની જાણીતી ખાદ્યતેલ રિફાઈનરી પર ITનું મેગા સર્ચ ઓપરેશન

દિલ્‍હીથી ખાસ ૨૦ જેટલા વાહનોમાં આવેલી આવકવેરા વિભાગની ટીમે પડાણા ગાંધીધામ, આંબાપર અંજારમાં આવેલ જાણીતી ખાદ્યતેલ રિફાઈનરીના પ્‍લાન્‍ટ ઉપર મેગા સર્ચ ઓપરેશન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૪: દિવાળીના તહેવારો પહેલાં કચ્‍છના ગાંધીધામ-અંજાર વિસ્‍તારમાં આવેલી જાણીતી ખાદ્યતેલ રિફાઈનરી સાથે સંકળાયેલાં સ્‍થળોએ આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરતાં ઉદ્યોગજગતમાં ચર્ચા જાગી છે. દિલ્‍હીથી ખાસ ૨૦ વાહનોમાં આવેલી આવકવેરા વિભાગની ટીમે ગુરૂવારે વહેલી સવારથી તપાસ શરૂ કરી હતી.

મળતી વિગતો મુજબ, પાંખણા ખાતે આવેલા રિફાઈનરીના વિશાળ પ્‍લાન્‍ટ ઉપરાંત અંજાર તાલુકાના આંબાપર નજીકના પ્‍લાન્‍ટ પર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ટીમ દ્વારા કંપનીનાં હિસાબી દસ્‍તાવેજો, બેંક ખાતાં, નાણાકીય વ્‍યવહારો અને અન્‍ય રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ મોડી રાત સુધી ચાલુ રહી હોવાનું જાણવા મળ્‍યું છે.

દિવાળી પહેલાં હાથ ધરવામાં આવેલી આ વ્‍યાપક તપાસને પગલે સ્‍થાનિક ઔદ્યોગિક અને વેપારી વર્તુળોમાં ખળભળાટ મચ્‍યો છે. જોકે, તપાસ દરમિયાન બિનહિસાબી આવક કે અન્‍ય કોઈ ગેરરીતિ મળી આવી છે કે કેમ તે અંગે આવકવેરા વિભાગ તરફથી સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર કાર્યવાહી અંગે વધુ સ્‍પષ્ટતા થઈ શકશે.

 

(11:21 AM IST)