તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
જુનાગઢના રબારીકા ગામમાં આધેડ પર હુમલો કરનાર સિંહણ ફુલઝર નદીના કિનારા પાસેથી પાંજરે પુરાઈ
અચાનક સિંહણે તેમના પર હુમલો કરતા વેલજી દાફડનું મોત થયું હતું: સિંહણ પકડાઈ જતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો : વનવિભાગને મોટી સફળતા .

જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રબારીકા ગામમાં બે દિવસ પહેલા આધેડ વ્યક્તિ પર સિંહણે હુમલો કરી તેમનો જીવ લીધો હતો જે બાદ હવે વન વિભાગે તેને પાંજરે પૂરી છે. ફુલઝર નદીના કિનારા પાસેથી સિંહણને પકડવામાં આવી છે. સિંહણ પકડાઈ જતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિસાવદરના રબારીકા ગામના વેલજી દાફડ નામના આધેડ ખેતરમાં પાણી વાળી રહ્યા હતા. તે દરમિયાન અચાનક સિંહણે તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં વેલજી દાફડનું મોત થયું હતું.
મોડી રાત સુધી વેલજી દાફડ ઘરે પરત ન ફરતાં પરિવારજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ પરિવારજનો અને પાડોશીઓએ તેમની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ખેતરમાં તપાસ કરતાં સિંહણના હુમલાની ઘટના સામે આવી હતી. જે બાદ વનવિભાગે સિંહને પકડીને પાંજરે પૂરી રેસ્ક્યૂ સેન્ટર મોકલાઈ છે.
ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમે સિંહણને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. તેના માટે અલગ-અલગ સ્થળોએ પાંજરાં ગોઠવવામાં આવ્યાં હતાં. આખરે ફુલઝર નદીના કિનારા પાસેથી હુમલો કરનાર સિંહણને પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળી હતી.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
