<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

કેશોદ નજીક રસ્‍તો ઓળંગતા બડોદરના આધેડનું ઇકો કાર હડફેટે મોત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૩: કેશોદ તાલુકાના બડોદર ગામના કાનાભાઈ રાણાભાઈ બારૈયા તા. ૨૭ ઓક્‍ટોબરના રોજ સાંજના સમયે કેશોદ માંગરોળ રોડ ચાંદીગઢ પાટીયાથી આગળ શ્રી રામ ફર્નિચર બાજુમાં રસ્‍તો ક્રોસ કરતા હતા.

ત્‍યારે પુરઝડપે આવી રહેલી જીજે ૧૧ ડીબી ૩૨૧ નંબરની ઈકો કારના ચાલકે કાનાભાઈને હડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્‍તને તાત્‍કાલિક સારવાર માટે ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા કેશોદ અને બાદમાં વધુ સારવાર અર્થે જૂનાગઢ સરકારી હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા. સારવાર દરમિયાન હોસ્‍પિટલમાં તેમનું મળત્‍યુ અવસાન થયું હતું.

અકસ્‍માતના બનાવ અંગે મળતકના પુત્ર રમેશભાઈની ફરિયાદના આધારે કેશોદ પોલીસે ઇકો કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ  હાથ ધરી હતી.

(1:22 PM IST)