<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

વાહનોની ભીડમાં રાહતની પળ: સ્કૂટરની સીટ બની શ્વાન માટે આરામદાયક આશરો...!!!

જામનગર::જામનગરમાં દિવાળીના તહેવારો પહેલા પાર્કિંગની વ્યસ્ત અને ભીડભાડવાળી જગ્યાએ બર્ધન ચોકની સિંધી માર્કેટની સાંકળી બજારમાં અનેક વાહનોની વચ્ચે એક શ્વાન શાંતિથી આરામ ફરમાવતો નજરે પડે છે. સફેદ રંગના એક્ટિવા સ્કૂટરની સીટ પર આ શ્વાન મજ્જાથી સૂતો છે, જાણે કે આ તેનું પોતાનું અંગત પલંગ ન હોય... આસપાસ બાઈક અને સ્કૂટરોની અવરજવર તથા પાર્કિંગની હલચલ વચ્ચે દિવાળીની ભાગદોડ વચ્ચે પણ આ મૂગા જીવની નિરાંત અને સુરક્ષિત અનુભવતો અંદાજ સૌનું ધ્યાન ખેંચે છે. (અહેવાલ: મુકુંદ બદિયાણી,ઓફબિટ ફોટો સ્ટોરી : કિંજલ કારસરીયા, જામનગર)

(12:54 PM IST)