તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
પ્રેમમાં નિષ્ફળતા મળતા પાડોશી ભાગિયાએ પ્રેમિકા અને તેના પતિને પતાવી દીધાઃ મોટી મારડની બેવડી હત્યાનો ભેદ ખૂલ્યો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૨૦: તાલુકાના મોટી મારડ ગામની સીમમાં બનેલ ડબલ મર્ડર નો વણશોધાયેલ ગુનો ગણતરીના દિવસોમાં એલ.સી.બી.રાજકોટ ગ્રામ્ય પોલીસે શોધી કાઢેલ છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર એ પ્રેસ કોન્ફરન્સ માં જણાવેલ કે ગઇ તા.૧૪/૦૭/૨૦૨૬ ના રોજ મોટી મારડ ગામની સીમમા રમેશભાઇ ભુતની વાડીમાં કામ કરતા મજુર પતિ-પત્નીના ડબલ મર્ડર નો વણશોધાયેલ ગુનો બનેલ હતો. જે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય માર્ગદર્શન આપવામાં આવેલ તથા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જ રદ્વારા બનાવ સ્થળની વિજીટ કરી રાજકોટ ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી., એસ.ઓ.જી. ની અલગ અલગ ટીમો બનાવી તેમજ ધોરાજી ડીવીજનના મદદનિશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજ તથા જેતપુર ડીવીઝનના આર.એ.ડોડીયા ના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી ગુનો સત્વરે શોધી કાઢવા અને આરોપીઓને પડકી પાડવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.
ફરીયાદી મથુરાભાઇરામલાભાઇ ચૌહાણ જાતે.અનુ.જાતી. ઉ.વ.૪૦ ધંધો. મજુરી રહે.ભેડીયા ફળીયા, તા.રાણાપુર જી.જાંબુઆ (મધ્યપ્રદેશ) હાલ. રહે.બાવા ખાખરીયા શૈલેષભાઇ પટેલની વાડીએ તા.કાલાવડ (ભાગીયા તરીકે) વાળાએ પાટણવાવ પો.સ્ટે.માં પોતાની ફરીયાદ આપેલ કે પુત્ર રોહિતના સસરા મોટીમારડ ગામની સીમમાં રમેશભાઇ ભુતના ખેતરમાં ભાગીયા તરીકે રહે છે તેને મધ્યપ્રદેશમાં કોઇ કામ અર્થે ગયેલ હોય અને ખેતરની દેખભાળ માટે અરજદારની દિકરા રોહિત તથા પુત્રવધુ દુર્ગા તા.૧૧/૦૭/૨૦૨૬ના રોજ ઉપરોકત સ્થળે આવેલ અને તા.૧૩-૧૪/૦૭/૨૦૨૬ના રોજ અરજદાર અને અરજદારના પુત્રવધુ વાડીમાં કુવાની બાજુમાં ખુલ્લામાં સુતેલા હતાં ત્યા કોઇ અજાણ્યા ઇસમ કે ઇસમોએ કોઇ મારક હથિયાર વડે માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવેલ. આ બનાવ અંગે સૌપ્રથમ વાડી માલીક દ્રારા પોલીસને જાણ કરવામાં આવેલ
આજુબાજુના ૫૦૦ મીટીરના વિસ્તારમાં આરોપીઓના ફુટઙ્ઘિન્ટસ અને હથિયારની તપાસમાં પુરા વિસ્તારની સ્કેન કરવામાં આવ્યો તેમજ આ તપાસમાં બનાવ સ્થળની આજુબાજુના ૫ કી.મી. વિસ્તારમાં રહેતા મજુરો/શંકાસ્પદ ઇસમોને ચેક કરવામાં આવેલ તેમજ આજુબાજુના ૧૦ કી.મી. વિસ્તારમાં એન્ટ્રી અને એકજીટ પોઇન્ટના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરવામાં આવેલ. તેમજ ટેકનીકલ ટીમ દ્રારા ટેકનીકલ સર્વેલન્સ થી તપાસ હાથ ધરવામાં આવેલ અને મરણ જનાર પતિ-પત્ની બન્નેના મોબાઇલ ટેકનીકલ એનાલીસીસ કરવામાં આવેલ. તેમજ મરણ જનાર રોહિત નો મોબાઇલ ફોન ડીજીટલ પુરાવા એકત્રીત કરવા માટે FSL ખાતે તપાસણીમાં મોકલી આપવામાં આવેલ.
જે સમગ્ર તપાસ દરમ્યાન ટેકનીકલ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ ની મદદથી વાડીની પાડોશની વાડીમાં રહેલ ભાગીયો સુરેશ કમલેશભાઇ બારીયા રહે.હાલ વાલા સીમ ગામની સીમ તા.જી.જુનાગઢ, મુળ.મલેકપુર, તા.સીંગવડ જી.દાહોદ વાળાએ આ ગુનો કરેલ હોવાની માહિતી મળતા પુછપરછ કરતા મજકુર ઇસમે કબુલાત આપેલ કે મરણ જનાર દુર્ગા સાથે પોતાને ત્રણેક વર્ષથી પ્રેમસબંધ હોય અને પોતે મરણજનાર દુર્ગા સાથે લગ્ન કરવા ઇચ્છતો હોય પરંતુ પરીવારીક સમીકરણોના લીધે તેની સાથે લગ્ન થયેલ નહીં અને મરણ જનાર દુર્ગા ના લગ્ન મરણ જનાર રોહિત સાથે થઇ જતા પોતાનો પ્રેમસબંધ સફળ થયેલ નહીં જેના કારણે આરોપી બદલો લેવા માગતો હોય. ઘટના દિવસે આરોપી અને બીજા એક પાડોશી મરણજનારના ખેતરમાં દવા છાટવા માટે આવેલ હોય ત્યારે આ બન્ને પતિ-પત્નીને જોઇને આરોપીએ આ બન્નેનુ મોત નિપજાવવાનુ નક્કિ કરેલ અને રાત્રીના બાર વાગ્યાની આજુ-બાજુ લોંખડનો મજબુત પાઇપ જેવા રોડથી બન્ને પતિ-પત્ની ઉપર હુમલો કરી તેનુ મોત નિપજાવી ત્યાથી પોતાની વાડીએ ભાગી ગયેલ હોય હાલ આરોપીને ડીટેઇન કરવામાં આવેલ છે અને અન્ય પુરાવા એકત્રીત કરવાની કામગીરી ચાલુ છે.
પકડાયેલ સુરેશ કમલેશભાઇ બારીયા જાતે.ભીલ ઉ.વ.૧૮ને ઝડપી લેવા માટે રાજકોટ ગ્રામ્ય LCB ના PI જે.પી.રાવ તથા PSI કે.એમ.ચાવડા, PSI એચ.સી.ગોહીલ, PSI આર.વી.ભીમાણી, PSI પી.એન.ભરવાડ તથા LCB અને પેરોલ ફર્લો શાખાના સ્ટાફના માણસો. રાજકોટ ગ્રામ્ય SOG શાખાના PI એફ.એ.પારગી તથા PSI જી.જે.ઝાલા તથા SOG શાખાના સ્ટાફના માણસો.
પાટણવાવ પો.સ્ટે.ના PI વાય.એમ.ગોહિલ તથા પાટણવાવ પો.સ્ટે.ના સ્ટાફના માણસો. ત્રણ ટીમ દ્વારા મહેનત કરવામાં આવી હતી જેને થોડા સમયમાં સફળતા પ્રાપ્ત થઈ હતી જેથી રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
