તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
મુળીના રામપરડા નજીક ટ્રેનમાંથી ડીઝલ ચોરીનું નેટવર્ક ઝડપાયું
રેલવે પોલીસ વિભાગની ટીમ દ્વારા દરોડોઃ ચોરી કરનાર ઇસમો દ્વારા નળી બહાર કાઢવાનું ભૂલી જતાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.રરઃ મૂળી તાલુકાના રામપરડા નજીક રેલવે ટ્રેનમાંથી ડીઝલ ચોરી કરવામાં આવતા હોવાનું નેટવર્ક ઝડપાયું છે. પ્રાથમિક તબક્કામાં પાંચથી વધુ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેલ્વે વિભાગ દ્વારા આ મુદ્દે હજુ સુધી કોઈ પણ પ્રકારની વિગતો આપવામાં આવી નથી ઝડપાયેલા ઇસમોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે ત્યારે ઝડપાયેલો ડીઝલનો જથ્થો થાનગઢ રેલવે સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે..
રામપરડા નજીકના નેટવર્ક ચલાવવામાં આવતું હતું ત્યારે આ આધારે દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે ટ્રેનના ટેન્કમાં નળી નાંખી અને ડીઝલ કાઢી લેવામાં આવતું હતું અને બોલેરો પીકપમાં આ ડીઝલ ભરી અને વેચાણ કરવામાં આવતું હતું આ નેટવર્ક ચલાવતા લોકો આજુબાજુના ગામડાના ખેડૂતોને ડીઝલ આપતા હતા અને ખાસ કરીને જે થાનગઢ સીરામીક ઉદ્યોગ છે તેમની ફેક્ટરીઓમાં પણ આ ડીઝલ પહોંચતું હોવાનો ધડાકો થયો છે. બોલેરો પીકપ રાખી અને તેની પાછળ સ્પેશિયલ ટાંકો બનાવી અને તેમાં ડીઝલ ચોરી કરી અને તે ડીઝલ ઠાલવવામાં આવતું હતું.
પ્રથમ તબક્કામાં કેવલ સરવૈયા રહે ઉમરડા તેમજ ઙ્કતાપ સરવૈયા રહે ઉમરડા અને અન્ય ત્રણ જેટલા ઇસમો અને તેમાં રેલવે કર્મચારીઓ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ તમામની હાલ પૂછપરછ શરૂ કરવામાં આવી છે ત્યારે આ સમગ્ર બાબતની તપાસ વિનોદ શર્મા તેમજ શક્તિસિંહ વાળા અને કે.પી.સીંઘ ને સોંપવામાં આવી છે.
છેલ્લા અનેક વર્ષોથી આ નેટવર્ક ચાલતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ જે ડીઝલ ચોરીનું નેટવર્ક ચલાવતા ઇસમો છે તેમને રેલ્વે ટેન્કમાંથી ડીઝલની ચોરી કર્યા બાદ તેમાંથી નળી કાઢવાનું ભૂલી ગયા અને ટ્રેન ઉપડી ગઈ જેને લઇને આગળના પ્લેટફોર્મ ઉપર રેલવે અધિકારીઓને શંકા ગઈ અને આ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી અને તપાસ કરતાં રામપરડા નજીક આ પ્રકારનું કળત્ય થતા હોવાનું સામે આવ્યું હતું હાલના તબક્કામાં વધુ તપાસ રેલવે પોલીસની ટીમોએ શરૂ કરી છે ઘણા સમયથી આ નેટવર્ક ચાલતું હતું ત્યારે કેટલું ડીઝલ ચોરી થયું છે તે દિશામાં પણ હાલ તપાસ શરૂ છે હજુ બે આરોપીઓ દેખાડવામાં આવ્યા છે અન્ય મોટા માથાઓની પણ આમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે તેમની પણ પૂછપરછ શરૂ કરાઇ છે
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
