<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

ગોંડલના મોટા મહીકામા અંદાજીત ૪૦ લાખ રૂપિયાના ખર્ચે બનેલ નવી આંગણવાડી-પ્રાથમિક શાળાના નવા રૂમોનું લોકાર્પણ

ગુજરાત રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા, ગોંડલ વિધાનસભા ધારાસભ્ય ગીતાબા જાડેજા, રાજકોટ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ સામતભાઈ બાંભવા સહિતના ઉપસ્થિત

રાજકોટ તા.૨ :            ગોંડલ તાલુકાના મોટા મહીકા ગામે અંદાજીત ૪૦ લાખ રૂપિયાના ખર્ચે બનેલ  નવી આંગણવાડી અને પ્રાથમિક શાળાના નવા રૂમોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

             આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા, ગોંડલ વિધાનસભા ધારાસભ્ય ગીતાબા જાડેજા, રાજકોટ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ  સામતભાઈ બાંભવા, ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુંમર , ગોંડલ તા. પં. કારોબારી ચેરમેન  સહદેવસિંહ જાડેજા , સરપંચ,આગેવાનો,ગ્રામજનો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

(3:39 PM IST)