તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
સાવરકુંડલા તાલુકાના ખેડૂતો માટે વિકાસની નવી ભેટ
વંડા અને ઘાંડલા ગામે ત્રણ ચેકડેમ માટે રૂ. ૧.૮૭ કરોડથી વધુની મંજૂરી

(ઇકબાલ ગોરી-દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૧રઃ સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારના વિકાસ અને જળસંરક્ષણને વધુ મજબૂત બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા સાવરકુંડલા તાલુકાના વંડા ગામે ઉતાવળી નદી ઉપર ચેકડેમ નં. ૧ અને ચેકડેમ નં. ૨ના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે. ચેકડેમ નં. ૧ માટે રૂ. ૩૩.૦૧ લાખ તથા ચેકડેમ નં. ૨ માટે રૂ. ૫૮.૨૦ લાખ, એમ બંને ચેકડેમ માટે કુલ રૂ. ૯૧.૨૧ લાખ તેમજ સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ગામે જામવાળી નદી ઉપર ચેકડેમના બાંધકામ માટે રૂ. ૯૬.૨૪ લાખની મંજૂરી આપવામાં આવી છે
સાવરકુંડલા તાલુકાના વંડા ગામે ઉતાવળી નદી ઉપર ચેકડેમ નં. ૧ અને ચેકડેમ નં. ૨ના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે. ચેકડેમ નં. ૧ માટે રૂ. ૩૩.૦૧ લાખ તથા ચેકડેમ નં. ૨ માટે રૂ. ૫૮.૨૦ લાખ, એમ બંને ચેકડેમ માટે કુલ રૂ. ૯૧.૨૧ લાખની મંજૂરી આપવામાં આવી છે.
ઉતાવળી નદી ઉપર આ બંને ચેકડેમનું બાંધકામ પૂર્ણ થયા બાદ વરસાદી પાણીના સંગ્રહમાં વધારો થશે. જેના કારણે વંડા તથા ફાચરીયા ગામના ખેડૂતોને ખેતી માટે પાણીની ઉપલબ્ધતામાં લાભ મળી શકશે. ચેકડેમમાં પાણીનો સંગ્રહ થવાથી આસપાસના વિસ્તારમાં ભૂગર્ભજળના સ્તરને પણ ફાયદો થવાની સંભાવના છે.
વંડા ગામે ઉતાવળી નદી ઉપરના બે ચેકડેમ માટે મંજૂર થયેલી રૂ. ૯૧.૨૧ લાખ તથા ઘાંડલા ગામે જામવાળી નદી ઉપરના ચેકડેમ માટે મંજૂર થયેલી રૂ. ૯૬.૨૪ લાખની રકમ મળી કુલ રૂ. ૧.૮૭ કરોડથી વધુની મંજૂરી આપવામાં આવી છે.
સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ગામે જામવાળી નદી ઉપર ચેકડેમના બાંધકામ માટે રૂ. ૯૬.૨૪ લાખની મંજૂરી આપવામાં આવી છે. આ ચેકડેમના નિર્માણથી ઘાંડલા ગામના ખેડૂતોને ખેતી અને સિંચાઈ માટે પાણીનો લાભ મળશે.જામવાળી નદી ઉપર ચેકડેમ બનવાથી વરસાદી પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગ ખેતી માટે કરી શકાશે. ખાસ કરીને વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો માટે પાણીની ઉપલબ્ધતા વધારવામાં આ કામગીરી ઉપયોગી બની શકે છે
સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ વંડા અને ઘાંડલા ગામે ચેકડેમના બાંધકામ માટે મંજૂરી મળતાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જળશક્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
