તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગરીબ પરિવારોને નવી વસાહત ‘શારદા નગર' માં સો ચો.વાર પ્લોટ ફાળવાયા
સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા વિલંબીત કાર્યને ત્વરિત ન્યાય અપાવતા ગરીબ લોકોના ઘરે દિવાળી પહેલાજ દિવાળીનો માહોલ

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી, તા.૪: ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આજરોજ ગરીબ પરિવારો માટે દિવાળી પહેલા જ દિવાળીનો માહોલ સર્જાયો હતો ઉપલેટા તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન શ્રી ચંદુભાઈ જાદવ દ્વારા પાનેલીના બાર જેટલાં આર્થિક રીતે નબળા લોકોને વર્ષોથી ફાળવેલા સો ચોરસવાર ના પ્લોટ ની કામગીરી હાથ ઉપર લઈને ત્વરિત કાર્યવાહી હાથ ધરેલ જેને અનુંસંધાને તાલુકાપંચાયત દ્વારા પાનેલીના બાર જેટલાં ગરીબ પરિવારોને સો ચોરસવારના પ્લોટની સનદ આજરોજ મોટી પાનેલી સરપંચ શ્રી શારદાબેન જાદવ દ્વારા જેતે લાભાર્થી પરિવારના મોભીને પંચાયત દ્વારા નિર્મિત નવીજ વસાહત ‘શારદા નગર' માં આ મફત પ્લોટની ફાળવણી કરવામાં આવેલ હતી જેને લઈને લાભાર્થી બાર જેટલા ગરીબ લોકોના ઘરે દિવાળી પહેલા દિવાળી ની ખુશી છવાયેલ દરેકે ચેરમેન શ્રી ચંદુભાઈ જાદવ તેમજ સરપંચ શ્રી શારદાબેન જાદવ નો આભાર વ્યક્ત કરેલ. સનદ વિતરણ પ્રસંગે ચેરમેન શ્રી ચંદુભાઈ સાથે સરપંચ ઉપસરપંચ તેમજ ગ્રામપંચાયત બોડીના તમામ સભ્યો સાથે કર્મચારીઓ ઉપસ્થિત રહી લાભાર્થીઓને મફત પ્લોટ ની ફાળવણી કરી હતી
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
