તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
ધ્રોલના આંગણે સ્વાસ્થ્ય ક્ષેત્રે નવું સોપાન: અદ્યતન સુવિધાઓથી સજ્જ 'ક્રિષ્ના હોસ્પિટલ'નો આવતીકાલે ભવ્ય શુભારંભ

ધ્રોલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને હવે જટિલ ઓપરેશન અને ગંભીર બીમારીઓની સારવાર માટે મોટા શહેરો સુધી ધક્કા નહીં ખાવા પડે. આવતીકાલે તારીખ ૧૭ મે ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૯:૩૦ વાગ્યાથી ધ્રોલ ખાતે પંચવટી સોસાયટી, રાજકોટ રોડ પર (જૂની આંખની હોસ્પિટલની ઉપર, પહેલા માળે) અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ "ક્રિષ્ના હોસ્પિટલ અને સર્જીકલ સેન્ટર" નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે.
આ હોસ્પિટલમાં અમદાવાદ અને મોરબી સિવિલ હોસ્પિટલનો બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાંત તબીબો કાયમી સેવા આપશે. જેમાં ડૉ. માધવ સંતોકી (M.B.B.S., M.S.) દૂરબીનથી થતા ઓપરેશન (એપેન્ડીક્ષ, પથરી, સારણગાંઠ) તેમજ હરસ, મસા, ભગંદર અને પેશાબના રોગોના ઓપરેશનની કાયમી સેવા આપશે. જ્યારે ડૉ. સુમન ફેફર સંતોકી (M.B.B.S., M.D. - Physician) બી.પી., ડાયાબિટીસ, હૃદયરોગ, ફેફસાના રોગો (દમ, અસ્થમા), વાયરલ તાવ અને ઝેરી અસરના કિસ્સામાં ઇમરજન્સી મેડિસિન સારવાર આપશે.
દર્દીઓની સુવિધા માટે હોસ્પિટલ પરિસરમાં જ ૨૪ કલાક ઈમરજન્સી સારવાર, આધુનિક ઓપરેશન થિયેટર, અદ્યતન લેબોરેટરી અને ૨૪ કલાક દવાની દુકાન (ફાર્મસી) જેવી સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવાઈ છે. સંતોકી પરિવાર દ્વારા આ મંગલ અવસરે તમામ સ્નેહીજનોને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.(સંજય ડાંગર ધ્રોલ)
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
