તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
સરધારમાં અધુરા માસે જન્મેલા નવજાત બાળકનું મોત નિપજ્યું
મુળ મધ્યપ્રદેશનું દંપતિ શોકમાં ગરક થયું

રાજકોટ તા. ૧૦: સરધારમાં વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના દંપતિના નવજાત બાળક (દિકરા)નું બેભાન થઇ ગયા બાદ મોત થતાં આ દંપતિ શોકમાં ડુબી ગયું હતું.જાણવા મળ્યા મુજબ સરધારમાં રવજીભાઇ ઢાંકેચાની વાડીમાં રહી મજૂરી કરતાં મધ્યપ્રદેશના પંકજભાઇ સિંગલના પત્નિ કીમલાબેને છ દિવસ પહેલા અધુરા માસે દિકરાને જન્મ આપ્યો હતો. છ દિવસની વયના આ બાળકની ગઇકાલે તબિયત બગડતાં બેભાન થઇ જતાં મોત થયું હતું. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. દિકરાના મોતથી મજૂર દંપતિ ગમગીન થઇ ગયું હતું. પોલીસે નિયમ અનુસાર બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
