તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
રાજુલાના દાતરડી ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે એક વર્ષના માસૂમ સિંહબાળનું ઘટનાસ્થળે જ કરૂણ મોત
એશિયાટિક સિંહોના ગઢ ગણાતા આ વિસ્તારમાં વારંવાર સિંહ અને દીપડાઓના અકસ્માતે થતા મોતની ઘટનાઓથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ

અમરેલી જિલ્લાના રાજુલામાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વધુ એકવાર વન્યજીવોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. રાજુલાના દાતરડી ગામ નજીક મોડી રાત્રે કોઈ અજાણ્યા વાહનની અડફેટે આવતા અંદાજે 1 વર્ષના માસૂમ સિંહબાળનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. એશિયાટિક સિંહોના ગઢ ગણાતા આ વિસ્તારમાં વારંવાર સિંહ અને દીપડાઓના અકસ્માતે થતા મોતની ઘટનાઓથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ અને ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. હાઈવે પર વાહનોની અનિયંત્રિત ગતિ અને સાવજોની સુરક્ષામાં ક્યાંક ચૂક રહી જતી હોવાથી દેશની શાન ગણાતા આ વન્યજીવોના અસ્તિત્વ પર ખતરો ઉભો થયો છે.
(1:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
