<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

કચ્છની હાજીપીર નજીક સરહદ ઓળંગી આવેલા પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો

BSF ની ટુકડીએ ઝડપી પૂછપરછ શરૂ કરી, ભૂલો પડ્યો કે ઘૂસણખોરીના ઇરાદે આવ્યો, સુરક્ષા એજન્સીઓ સતર્ક

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨ : કચ્છના સંવેદનશીલ સરહદી વિસ્તારમાં BSFની સતર્કતાના પગલે વધુ એક સફળતા મળી છે. હાજીપીર નજીકના રણ વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને ભારતીય સીમામાં પ્રવેશેલા આશરે ૪૦ વર્ષીય પાકિસ્તાની નાગરિકને BSFના જવાનોએ ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા શખ્સે પોતાનું નામ ચાંદ મહંમદ હોવાનું જણાવ્યું હતું. પાકિસ્તાન તરફથી આવી રહેલા આ શખ્સની શંકાસ્પદ હિલચાલ જણાતાં સતર્ક જવાનોએ તેને ઘેરી લઈ કસ્ટડીમાં લીધો હતો. તે અજાણતાં સરહદ ઓળંગીને ભારતમાં આવી ગયો છે કે તેની પાછળ ઘૂસણખોરી અથવા જાસૂસીનો કોઈ ઇરાદો છે, તે દિશામાં BSF સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે સરહદી રણ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.

(9:16 AM IST)