તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
પોરબંદરના કુતિયાણા તાલુકાના કાસંબડ ગામે વીજળી પડતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
કાસંબડ ગામે વીજળી પડતા એક પુરુષ અને એક ભેંશનું મોત થતા સ્થાનિક લોકોમાં ગભરાટ

પોરબંદરના કુતિયાણા તાલુકાના કાસંબડ ગામે વીજળી પડતાં એક વ્યક્તિનું મોત થયું છે. વીજળી પડતા 50 વર્ષીય વિનુભાઈ મેરામણ ઓડેદરાનું ઘટના સ્થળે જ મોત થયું છે. વીજળી પડતા એક ભેંસનું પણ મોત થયાના સમાચારો સામે આવ્યા છે. કાસંબડ ગામે વીજળી પડતા એક પુરુષ અને એક ભેંશનું મોત થતા સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો છે . મૃતક વિનુભાઈ ઓડેદરાને પોરબંદરની હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા હતા .
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
