તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
જામનગરમાં અખાત્રીજે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની શોભાયાત્રા યોજાઈ: ઠેર ઠેર થયું સ્વાગત
શ્રી બાલા હનુમાનજી મંદિરથી નીકળેલી શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી પંચેશ્વર ટાવરે સંપન્ન: ભાવિકો જોડાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૦ : અખાત્રીજના પાવન પર્વ નિમિત્તે જામનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા શ્રી બાલા હનુમાનજી મંદિરેથી શુભ મુહૂર્તે પ્રસ્થાન પામી હતી.
શહેરના મુખ્ય માર્ગો પર ફરીને આ શોભાયાત્રા પંચેશ્વર ટાવર ખાતે પહોંચી સંપન્ન થઈ હતી. શોભાયાત્રા દરમિયાન સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો, યુવાનો અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભગવાન પરશુરામના જયઘોષ સાથે શહેરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
શોભાયાત્રાના માર્ગમાં ઠેર ઠેર સામાજિક-ધાર્મિક સંસ્થાઓ અને વેપારીઓ દ્વારા ફૂલહાર અને પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરીજનોએ પણ શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરી ધન્યતા અનુભવી હતી.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
