News of Tuesday, 7th July 2026
પુત્રની જન્મદિવસ પાર્ટીમાં દારૂની મહેફીલ માણવા દમણથી દારૂ લઈને આવતા રાજકોટના ત્રણ શખ્સો બગોદરા પાસે ઝડપાયા

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૭: બગોદરા વટામણ ચોકડી પાસે રાત્રિના નાઈટ પેટ્રોલિંગમાં રહેલી પોલીસે પસાર થતી ગાડીની તલાસી લેતા જેમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂ કાર અને મોબાઈલ સહિત ૭,૧૩,૩૦૨ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કાળા કલરની ગાડી નંબર જીજે-૩-પીજે-૦૦૨૨ પણ કબજે કરવામાં આવી છે.
ત્યારે આ ગાડી શંકાસ્પદ હાલતમાં પસાર થવા જઈ રહી હતી અને ગાડીના કાચ પણ કાળી પટ્ટી વાળા હતા ત્યારે પોલીસને શંકા જતા ઉભી રાખી અને જેની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાંથી વાદળી કલરના ઝબલામાં ભરેલા વિદેશી દારૂની ૬૬૧ બોટલ કિંમત રૂા.૨,૮૦૨ મળી આવેલ હતી ત્યારે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલ છે. જેમાં મૌલિક રાજેશભાઈ ડાભી રહેવાસી કોઠારીયા રોડ હુડકો ચોકડી, રાજકોટ અનિકેત સંજયભાઈ ચાવડા રહેવાસી હુડકો આશાપુરા શેરી નંબર ચાર રાજકોટ તેમજ યાંત્રિક મનીષભાઈ મહેતા રહેવાસી રણુજા મંદિર પાછળ શિવધામ શેરી નંબર ૩ રાજકોટ વાળા ની ધરપકડ કરવામાં આવી છે જ્યારે તપાસ દરમિયાન આ દારૂ દમણથી લાવ્યા હતા અને પુત્રની બર્થ ડે પાર્ટીમાં ઉપયોગમાં લેવાનો પણ તેમને પોલીસને જણાવ્યું હતું
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
