<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

સિકકાના વસઇમાં ખેતીની જમીન પચાવી પાડવાના કાવત્રાનો મુખ્‍ય આરોપી રાજકોટનો શખ્‍સ ઝડપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૯: વર્ષ-ર૦૧૮માં વસઇ ગામમાં ખેતીની જમીન પચાવી પાડવાના કાવતરામાં ખોટા સાક્ષીઓ ઉભા કરી અસલ દસ્‍તાવેજ સાથે ચેડા કરી છેતરપીંડી તથા એટ્રોસીટી ગુનાના લીસ્‍ટેડ નાસતા-ફરતા મુખ્‍ય સુત્રધાર આરોપીને રાજકોટ પેરોલ ફર્લો સ્‍કોડ-જામનગરએ પકડી પાડેલ છે.

સિકકા પોલીસ સ્‍ટેશનના એટ્રોસીટી એકટ કલમ-૩(ર)(પ),૩(૧)(જી) ગુનામાં લીસ્‍ટેડ નાસતા-ફરતા આરોપી-અલ્‍તાફહુશેન સન/ઓફ આબીદહુશેન પીરમીયા સૈયદ રહે. રઘુનંદન સોસાયટી ૬/ર કોર્નર, પોપટપરા મેઇન રોડ-રાજકોટ મુળ રહે. સીંગસરગામ તા. સુત્રાપાડ વાળો રાજકોટ શહેર ગેબનશાપીર દરગાહ વાળા રોડ પર હાજર હોવાની હકીકત મળતા સદરહું જગ્‍યાએ તપાસ કરતા મજકુર આરોપી ત્‍યાં હાજર મળી આવેલ હોય જેને પકડી સિકા પોલીસ સ્‍ટેશનને સોંપી આપેલ છે.

સદરહું આરોપીએ પોતાના સાગરીતો સાથે મળી વર્ષ-ર૦૧૮માં સિકકા પો. સ્‍ટે. વિસ્‍તારના વસઇ ગામ ખાતે ફરીયાદીશ્રીની વડીલો પાર્જીત ખેતીની જમીન પચાવી પાડવા સારૂં ખોટા સાક્ષીઓ ઉભા કરી ફરીયાદીશ્રીના પિતા (મરણ જનાર) ના મળતા નામ વાળા ખોટા વ્‍યકિતને સાચા માલીક તરીકે દર્શાવી જમીનના ખોટા દસ્‍તાવેજો ઉભા કરી ખરા તરીકે ઉપયોગ કરી ગુનાહીત કાવતરૂ રચી ગુનાને અંજામ આપેલ હતો.

આ કામગીરી એબ્‍સ્‍કોન્‍ડર/પેરોલ ફર્લો સ્‍કવોડના આઇ/સી પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર એમ. વી. ભાટીયા તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્‍દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, સુરેશભાઇ ડાંગર, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ તથા પો. કોન્‍સ્‍. દિલીપસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્‍સ. નિર્મળસિંહ જાડેજા તથા પો. કોન્‍સ. બળવંતસિંહ પરમારનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(1:26 PM IST)