<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

દ્વારકા ખાતે ભીડનો લાભ લઇ યાત્રાળુઓની નજર ચૂકવી ચોરી કરતી રાજકોટની ગેંગના ૬ સભ્‍યો ઝડપાયા : જુઓ વિડીયો

દ્વારકામાં યાત્રાળુઓને નિશાન બનાવતી ગૅંગ ના 6 સભ્યો ઝડપાયા છે.3.81લાખનો મુદામાલ જપ્ત કરીને દ્વારકા પોલીસે  આગળની કાર્યવાહી કરી છે.દ્વારકાધીશ મંદિર અને આસપાસના ભીડભાડવાળા વિસ્તારોમાં યાત્રિકોને નિશાન બનાવતી ટોળકી સામે પોલીસે કાર્યવાહી કરી છે.(વીડીયો : દીપેશ સામાણી-દ્વારકા)

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૩ : ગઇ તા.૧૧/૧૧/૨૦૨૬ના રોજથી આર.એલ.ચોપડા પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર, દ્વારકા પોલીસ સ્‍ટેશન નાઓની આગેવાની હેઠળ દ્વારકા પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા સર્વલન્‍સ સ્‍ટાફના કર્મચારીઓની અલગ અલગ ટીમોની રચના કરી, તમામ ટીમો એકબિજાના સંકલનમાં રહી ભગવાન દ્વારકાધીશજી મંદીર પરીસર તથા આસપાસના વિસ્‍તારો કે જ્‍યા યાત્રાળુઓની વધુ પ્રમાણમાં ભીડ થતી હોય તે તમામ સ્‍થળોએ વોચમાં રહી શંકાસ્‍પદ ઇસમો દ્વારા થતી શંકાસ્‍પદ ગતીવિધીઓ ઉપર સતત નજર રાખવા જણાવવામાં આવેલ જે અંગે પેટ્રોલીંગ દરમ્‍યાન ખાનગી બાતમી આધારે રાજકોટ તથા રાજકોટમાં રહેતી ચોર ટોળકીના કુલ ૬ સભ્‍યોને કિ.રૂ.૩,૮૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે.

દ્વારકા સર્વલન્‍સ સ્‍ટાફના માણસો દિવાળી વેકેશન બંદોબસ્‍ત ફરજમાં હતા તે દરમ્‍યાન એ.એસ.આઇ. બળવંતસિંહ મનુભા ચૌહાણ તથા એ.એસ.આઇ. રાણાભાઇ રણમલભાઇ વાઘેલા તથા હરપાલસિંહ ઘનશ્‍યામસિંહ ઝાલાનાઓને સંયુક્‍ત રીતે ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,દ્વારકા ટાઉનમાં તેમજ દ્વારકાધિશ મંદિર પરીરસમાં રાજકોટથી અગાઉ ચોરી,તથા ચોરી કરવાની કોશીશમા તથા પાસા જેવા ગંભીર ગુન્‍હાઓમાં વારંવાર પકડાયેલ ઇસમો આવેલ છે, જેઓ હાલ દર્શાનાર્થે આવતા લોકોની ભીડનો ફાયદો ઉઠાવી અને દર્શનાર્થીઓની નજર ચુકવી તેઓના ખીસ્‍સામાંથી તેમજ પર્સ-પાકીટમાંથી પૈસાની ચોરી કરતા હોવાની હકીકત મળેલ હોય અને હાલ તેઓ કિર્તી સ્‍તંભ પાસે હાજર છે આમ હકીકત મળતા તુરત જ કાર્યવાહી કરી, વોચમાં હોય તે દરમ્‍યાન હકિકત મુજબના વર્ણનવાળા બે શંકાસ્‍પદ ઇસમોનો પીછો કરી અને સુરક્ષીત સ્‍થળે પહોચતા જ દબોચી લઇ યુક્‍તીપ્રયુક્‍તીથી પુછરછ કરતા તેઓએ અન્‍ય સભ્‍યો પણ મદદમાં સાથે હોવાની હકીકતો આપેલ જેથી આ બન્ને ઇસમોના જણાવ્‍યા મુજબ વર્ણન અને હકીકત આધારેતેઓની સાથેના તમામ ઇસમોને તાત્‍કાલીક ઝડપી લેવામાં આવેલ, તમામ શંકાસ્‍પદ ઇસમોની કડક પુછપરછ હાથ ધરતા તમામ એક-બીજા સાથે પહેલેથી જ સંકળાયેલ હોવાનુ જણાયેલ તેમજ તમામે કબુલાત આપેલ કે બધા સાથે મળીને મેળા તહેવારોમાં સાથે ટોળકીમા જઈ ભીડમાં ધક્કા મુક્કીનો લાભ લઈ અને કોઈ એક ટાર્ગેટ નક્કી કરી અને ટાર્ગેટ કરેલ વ્‍યક્‍તિની આગળ અને પાછળ ગોઠવાઈ જઈને નજર ચુકવી ખીસ્‍સામાં રહેલ પાકીટ, રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન ચોરી કરી લેવાનું કામ કરતા હોવાનું જણાવેલ જેથી તમામ ઈસમને દ્વારકા પો.સ્‍ટે. ગુ.ર.નં.૧૧૧૮૫૦૦૨૨૬૧૫૫૧/૨૦૨૬ ભારતીય ન્‍યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૧૨(૨), ૩૦૩(૨), ૬૧(૨), ૫૪ મુજબ ધોરણસ ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

 અટક કરવામાં આવેલ અરોપીઓ (૧) રાજેશભાઇ ગોવીંદભાઇ મકવાણા ઉ.વ.૪૫, ધંધો-મજૂરી, રહે.ભગવતીપરા શેરી નં.૦૧ પરોવડી ચોક બાપા સીતારામની ડેરી પાસે તા.જી.રાજકોટ (૨) મેહુલ બાબુલાલ ટંકારીયા ઉ.વ.૩૩, ધંધો-કડીયાકામ રહે.ભકતીનગર સર્કલ જીવરાજ હોસ્‍પીટલ શેરી નં.૦૪ આવાસ કવાટર નં.૧૧૯ રાજકોટ તા.જી.રાજકોટ મો.નં.૮૪૬૯૧૦૨૧૦૭, ૮૧૫૪૯૭૦૩૫૯ (૩) રવી રમેશભાઈ કનોજીયા ધોબી ઉ.વ.૪૦, ધંધો -કેળા વેચવાનો રહે અમરનગર હાઉસીંગ બોડ પાછળ સંત કબીર રોડ રાજકોટ તા.રાકજકોટ જી.રાજકોટ મો.નં. ૮૩૪૭૧૦૩૪૫૯ (૪) નુરમામદ હુસેનભાઇ માલાણી ઉ.વ.૫૩, ધંધો-રી.ડ્રા રહે.હસનવાડી શેરી નં.૪ તીરૂપતી ડેરી સામે રાજકોટ મો.નં.૯૮૨૪૨૯૭૩૪૯ (૫) જીતેન્‍દ્રસિંહ ભુપેન્‍દ્રસિંહ સરવૈયા, ઉ.વ.૪૩, ધંધો-ડ્રાઇવીંગ રહે.ન્‍યુ સ્‍વાતી પાર્ક બ્‍લોક નં.બી-૫૧ કોઠારીયા રોડ રાજકોટ મો.નં.૯૮૭૯૨૦૦૦૬૭/૯૯૦૪૮૯૯૬૯૯ (૬) બાબુભાઇ મગનભાઇ પરમાર ઉ.વ.૫૫, ધંધો-રમકડા વેચવાનો રહે.જુનાગઢ દોલતપરા સ્‍વામીનારાયણ સોસાયટી તા.જી.જુનાગઢ મો.નં.૯૦૨૩૫૪૪૧૫૬ (૧) રોકડા રૂ.૧,૪૦,૦૦૦ (૨) મોબાઇલ નંગ ૦૫, કિ.રૂ.૪૧,૦૦૦ (૩) એક સ્‍વીફટ ફોર વ્‍હીલ કિ.રૂ. ૨,૦૦,૦૦૦ ફુલ રૂ.૩,૮૧,૦૦૦/-ના મુદ્દામાલ આરોપીઓનો ગુનાઇત ઇતિહાસ.

કામગીરી કરનાર અધીકારીતથા કર્મચારીઓ (૧) પોલીસ ઇન્‍સપેકટર એમ.જી.જાડેજા (૨) પો.સબ.ઇન્‍સ આર.એલ. ચોપડા (૩) એ.એસ.આઇ. બળવંતસિંહ મનુભા ચૌહાણ (૪) એ.એસ.આઈ રાણાભાઇ રણમલભાઇ વાઘેલા (૫) એ.એસ.આઇ હરપાલસિંહ ઘનશ્‍યામસિંહ ઝાલા (૬) એ.એસ.આઇ થારીયાભાઈ કેશુભાઇ સુમણીયા (૭) પો.હેડ કોન્‍સ હરપાલસિંહ ચતુરસિંહ જાડેજા (૮) પો.હેડ કોન્‍સ કુલદીપભાઇ કનુભાઇ ખુમાણ (૯) પો.કોન્‍સ જેશાભાઈ મશરીભાઈ આંબલીયા (૧૦) પો.કોન્‍સ દેવેન્‍દ્ર મનહરસિંહ જાડેજા દ્વારા કરાઇ હતી. 

(2:19 PM IST)