News of Tuesday, 10th November 2026
મોરબીના શનાળા - ઘુનડા રોડ પર બેફામ કાર ચાલકે બાઈકને હડફેટે લઈ વીજપોલ ઉખાડી નાખ્યો.
પુરપાટ ઝડપે કાર ચલાવનાર સગીર હોવાની ચર્ચા, બાઇક ચાલક અને કાર ચાલક બન્નેને ઈજા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાં નૂતન વર્ષના પ્રારંભે જ શનાળા - ઘુનડા રોડ પર ગોઝારા અને ગંભીર અકસ્માતનો બનાવ બન્યો છે જેમાં પુરપાટ ઝડપે કાર ચલાવનાર શખ્સે એક બાઈક સવારને હડફેટે લઈ બાદમાં લોખંડના વીજ પોલને ધરમૂળથી ઉખેડી નાખતા બનાવ સ્થળે લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા.આ અકસ્માતમાં કાર પલટી મારી ગઈ હતી અને બાઈક ચાલક તેમજ કાર ચાલક બન્નેને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના શનાળા - રાજપર ચોકડીથી ઘુનડા તરફ જતા નવા બનેલા રોડ પર નવા વર્ષની સવારે પુરપાટ ઝડપે આવી રહેલ ટોયોટો હાઈરાઈડર કાર નંબર જીજે - 36 -એજે - 4988 નંબરના કાર ચાલકે બાઈક સવાર યુવકને હડફેટે લઇ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. યુગકને હડફેટે લીધા બાદ પણ કાર ચાલકે બેફામગતિએ કાર હંકારતા આગળ જતા એક લોખંડના વીજપોલ સાથે ગાડી ટકરાવી દેતા કારની જોરદાર ટકકરથી લોખંડનો થાંભલો જડમૂળથી નીકળી ગયો હતો અને કાર પલટી મારી ગઈ હતી.
નવા વર્ષની શરૂઆત સાથે જ સર્જાયેલા આ ગોઝારા અકસ્માતમાં કાર ચાલક અને બાઈક ચાલકને ઈજાઓ પહોંચતા બન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતને નજરે જોનારા ગ્રામજનોએ કાર ચલાવનાર વ્યક્તિ સગીર હોવાનો આરોપ લગાવી કારને બેફામ ઝડપે ચલાવતા કાબુ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયાનું જણાવ્યું હતું
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
