તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
દ્વારકામાં ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા ભારે ટ્રાફિકની સમીક્ષા : નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકે સ્ટાફ સાથે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી
વાહન ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા પોલીસે કરી કાર્યવાહી : પીઆઈ જાડેજા સહિત ટ્રાફિક ટીમ જોડાઈ : દીપાવલી અને નૂતનવર્ષના તહેવારો તેમજ ભાઈબીજના પર્વ નિમિત્તે દ્વારકામાં યાત્રાળુઓનો ભારે ધસારો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા : દ્વારકા દર્શન અર્થે આવતા ભારે ટ્રાફિકની સમીક્ષા નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકે કરી હતી. દીપાવલી અને નૂતનવર્ષના તહેવારો તેમજ ભાઈબીજના પર્વ નિમિત્તે દ્વારકામાં યાત્રાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો, જગતમંદિર આસપાસ અને ગોમતી ઘાટ વિસ્તારમાં વાહન ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.
વાહન ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકે સ્ટાફ સાથે વિવિધ વિસ્તારોની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ટ્રાફિકના મુખ્ય પોઈન્ટ, પાર્કિંગ વ્યવસ્થા, વન-વે રૂટ અને ભીડભાડવાળા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ મુલાકાત દરમિયાન પીઆઈ જાડેજા સહિત ટ્રાફિક ટીમ પણ જોડાઈ હતી. પોલીસ ટીમે યાત્રાળુઓને સરળતાથી દર્શન થાય અને સ્થાનિક વાહનચાલકોને અગવડ ન પડે તે માટે ટ્રાફિક નિયમન, પાર્કિંગ અને રૂટ વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી.
દર્શનાર્થીઓની સુવિધા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સતત કાર્યરત રહેશે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
