તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
કચ્છના મહારાઓ પ્રાગમલજી ત્રીજાની પાંચમી પુણ્યતિથિએ ભુજમાં સેવાયજ્ઞ યોજાયો
માનવજ્યોત સંસ્થા દ્વારા દિવ્યાંગ, નિરાધાર વૃદ્ધો અને બાળકોને ભોજન: જીવદયાના કાર્યો થકી રાજવીને અપાઈ શ્રદ્ધાંજલિ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯ : કચ્છના નામદાર મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ભુજ શહેરમાં વિવિધ સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞ થકી રાજવીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.
માનવજ્યોત સંસ્થા, ભુજ દ્વારા માનસિક દિવ્યાંગો, એકલા-અટૂલા નિરાધાર વૃદ્ધો અને જરૂરિયાતમંદ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ સાથે જીવદયાના ઉમદા ભાવ સાથે પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, ગૌમાતાઓને ઘાસચારો, માછલીઓને લોટ અને કીડીઓને કીડીયારું અર્પણ કરાયું હતું.
કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, રવિન્દ્રભાઈ સંઘવી, જીતેન્દ્રભાઈ ધારશી શાહ, પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આ સેવાકાર્યો હાથ ધરાયા હતા. મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજાના સેવાભાવી વારસાને ઉજાગર કરતા આ કાર્યો થકી નગરજનોએ રાજવીની સ્મૃતિને વંદન કર્યા હતા.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
