News of Tuesday, 28th April 2026
પૂર્વ ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીને ઝટકોઃ ભેસાણ જિલ્લા પંચાયતની બેઠક પર ૧૭૦૦ મતે હાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૬માં મોટો ઉલટફેરઃ ભેસાણ બેઠક પર પૂર્વ MLAનો પરાજય

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા. ર૮, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૬માં મોટો ઉલટફેર સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લાની ભેસાણ જિલ્લા પંચાયતની બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીનો ૧૭૦૦ મતે પરાજય થયો છે.
મતગણતરીના અંતિમ રાઉન્ડ બાદ જાહેર થયેલા પરિણામ મુજબ ભુપતભાઈ ભાયાણી ૧૭૦૦ મતથી હારી ગયા છે. આ પરિણામ ભેસાણ પંથકના રાજકારણમાં મોટા આંચકા સમાન માનવામાં આવી રહ્યું છે.
ભુપતભાઈ ભાયાણી અગાઉ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતા હતા. જોકે આ વખતની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે.
ભેસાણ બેઠકના વિજેતા ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. પરિણામ બાદ વિસ્તારમાં રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
