News of Wednesday, 18th November 2026
કચ્છના કુલપરાવાંઢની સીમમાંથી નાઇટ રાઉન્ડ દરમ્યાન પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ : 21,03,200 ના મુદ્દામાલ સાથે બે ક્રેટા ગાડી કબજે : એક ઝડપાયો, એક અજાણ્યો શખ્સ અંધારાનો લાભ લઈ નાસી ગયો
પોલીસ મહા નિરીક્ષક ચિરાગ કોરડીયા, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પૂર્વ કચ્છ ગાંધીધામ પૂર્વ કચ્છ જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહિ જુગારની બદી નેસ્તનાબુદ કરવા વધુમાં વધુ કેસો કરવા સુચના આપતા કાર્યવાહી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૮ : પોલીસ મહા નિરીક્ષક ચિરાગ કોરડીયા, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહિ જુગારની બદી નેસ્તનાબુદ કરવા સારૂ વધુમાં વધુ કેસો કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને મહે. ના. પો. અધિ. શ્રી એ. વી. રાજગોર , મુખ્ય મથક ગાંધીધામ તથા મહે. ના. પો. અધિ. સાગર સાંબડા , ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર બી. વી. બોરીસાગર નાઓ આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડમાં હતા દરમ્યાન નાઇટ રાઉન્ડ કરતા કરતા કુલપરા ગામ પાસે પહોચતા કુલપરા ગામ બાજુથી એક સફેદ કલરની ક્રેટા ગાડી આવેલ જે ગાડીના ચાલકે હેડ લાઇટ બંધ કરીને અંધારાનો લાભ લઈને નાસી ગયેલ બાદ કુલપરાવાંઢની સીમમાં સફેદ કલરની ક્રેટા ગાડીની તપાસ કરતા વાડીમાંથી સફેદ કલરની ક્રેટા ગાડી નંબર જી. જે. 12 ડી. એ. 6663 વાળી માંથી ઇંગ્લીશ દારૂ નીચે ઉતારી ગાડીના ટાયર બદલતા કરમણ દેવા કોલી રહે. કુલપરાવાંઢ સણવા તા. રાપર જી. કચ્છ તથા એક અજાણ્યો માણસ જોવામાં આવેલ જેઓ પોલીસને ગાડી જોઈને અંધારાનો લાભ લઈ નાસી ગયેલ અને તેની બાજુમાં કાળા કલરની ક્રેટા ગાડી નંબર જી. જે. 04 ડી. એન. 6589 વાળી મળી આવેલ. આમ, આરોપીઓએ તેઓની કબજાની ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા વિદેશી દારૂના જથ્થાને પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ. એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. કબજે કરેલ મુદ્દામાલમાં વાઇટ લેસ વોડકા ઓરેન્જ ફ્લેવર 180 એમ. એલના ક્વાટરીયા 576 નંગ કિંમત રૂપિયા 72,000, ઓલ સીઝન ગોલ્ડન કલેક્શન રીઝર્વ વ્હીસ્કી 180 એમ. એલના ક્વાટરીયા 1008 નંગ કિંમત રૂપિયા 1,41,120, રોયલ ચેલેન્જર ફાઇન રીઝર્વ વ્હીસ્કી 180 એમ. એલના ક્વાટરીયા 1104 નંગ કિંમત રૂપિયા 1,60,080, 8 પી. એમ સ્પેશીયલ રેર વ્હીસ્કી 180 એમ. એલના ક્વાટરીયા 144 નંગ કિંમત રૂપિયા 18,000, કિંગફિશર સ્ટ્રોંગ પ્રિમિયમ બિયર 500 એમ. એલના ટીન 96 નંગ કિંમત રૂપિયા 12,000, હ્યુન્ડાઈ કંપનીની ક્રેટા ગાડી નંબર જી. જે. 12 ડી. એ. 6663 વાળી કિંમત રૂપિયા 7,00,000 અને હ્યુન્ડાઈ કંપનીની ક્રેટા ગાડી નંબર જી. જે. 04 ડી. એન. 6589 વાળી કિંમત રૂપિયા 10,00,000 મળી કુલ 2928 બોટલ નંગ અને કુલ કિંમત રૂપિયા 21,03,200 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આરોપીમાં 1 કરમણભાઈ દેવાભાઈ કોલી રહે. કુલપરાવાંઢ સણવા તા. રાપર જી. કચ્છ અને 2 અજાણ્યો માણસ તથા તપાસમાં નિકળે તે નો સમાવેશ થાય છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બી. વી. બોરીસાગર તથા આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તથા મદદમાં રહેલ રાપર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ પો. હે. કો વિશનભાઈ ખેંગારભાઈ તથા પો. હે. કો તેજાભાઈ ચોથાભાઈ તથા પો. કોન્સ વિજયભાઈ વશરામભાઈ કરવામાં આવેલ છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
