તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
મોરબી જિલ્લા પંચાયતની આગામી 10 સપ્ટેમ્બરે મળશે સામાન્ય સભાની ખાસ બેઠક.
બેઠકમાં જિલ્લાના વિકાસના કામોને લઈને મહત્વની ચર્ચાઓ કરવામાં આવશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : જિલ્લા વિકાસ અધિકારી (DDO) વિદ્યાસાગર (IAS) અને જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન રમેશભાઈ દુબરીયાની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં જિલ્લાના વિકાસના કામોને લઈને મહત્વની ચર્ચાઓ કરવામાં આવશે.
બેઠકના એજન્ડામાં સામાન્ય સભાની ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવશે.
સામાન્ય સભાની ગત બેઠકના ઠરાવોની અમલવારીને પણ બહાલી આપવામાં આવશે.
16મા નાણાપંચ યોજના હેઠળ વર્ષ 2026-27 ની જિલ્લા કક્ષાની ગ્રાન્ટના આયોજન બાબતે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરાશે.
આ ઉપરાંત પ્રમુખ સ્થાનેથી રજૂ કરવામાં આવે તેવા અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા થશે.
આ સામાન્ય સભાની ખાસ બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે તમામ આમંત્રિત સદસ્યો તેમજ સ્થાનિક ધારાસભ્યને જાણ કરી નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
