તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જામનગર આગમન પૂર્વે લાલ બંગલા સર્કલે ખાસ સ્ટેજ અને LED સ્ક્રીન તૈયાર : સર્કિટ હાઉસ ફરતે ચુસ્ત કિલેબંધી
આવતીકાલે રાત્રે વડાપ્રધાન જામનગર આવી પહોંચશે અને લોકોનું અભિવાદન ઝીલશે; રાત્રિ રોકાણને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૯ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જામનગર આગમનને લઈને શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન આવતીકાલે રાત્રે જામનગર આવી પહોંચશે અને લોકોનું અભિવાદન ઝીલશે.
આ માટે લાલ બંગલા સર્કલ ખાતે ખાસ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. સાથે જ મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમ નિહાળી શકે તે માટે આસપાસ LED સ્ક્રીન પણ લગાવવામાં આવી છે.
બીજી તરફ, વડાપ્રધાન જ્યાં રાત્રિ રોકાણ કરવાના છે તે સર્કિટ હાઉસની આસપાસ ચુસ્ત કિલેબંધી કરી દેવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્કિટ હાઉસ અને આસપાસના વિસ્તારને સુરક્ષા કવચમાં લઈ લેવાયો છે. રાત્રિ રોકાણને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાનના આગમનને લઈ શહેરમાં ઉત્સાહનો માહોલ છે અને તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
