તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Sunday, 24th May 2026
વાંકાનેરના સરતાનપર રોડ પર મોટો સ્ટોન કારખાનામાં સેંન્ટિંગ કામ કરતી વેળાએ નીચે પટકાતા મોરબીના યુવકનું કરૂણમોત
વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલા મોટા સ્ટોન કારખાનામાં કામ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં બુટાની વાડી કન્યા છાત્રાલય રોડ મોરબી વાળા ૩૯ વર્ષીય જગદીશભાઈ સવજીભાઈ પરમાર ગત તા.૨૨/૦૫ના રોજ કારખાનામાં સેંન્ટિંગ કામ કરતા હતા ત્યારે પહેલા માળેથી નીચે પટકાયા હતા. જે બનાવમાં ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી સરકારી હોસ્પિટલમાં ફરજ ઉપર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
