તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
અંજાર GIDC સ્થિત રિલે પાર્ટિકલ પ્રાઈવેટ લિમિટેડમાં અચાનક આગ ભભૂકી :ફાયર બ્રિગેડની ટીમ પહોંચી
લાકડાના વેસ્ટેજ અને ભુસામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા

કચ્છના અંજાર GIDC સ્થિત રિલે પાર્ટિકલ પ્રાઈવેટ લિમિટેડમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કંપનીના પાછળના ભાગમાં રાખેલા લાકડાના વેસ્ટેજ અને ભુસામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ કોઈ જાનહાનિ થઈ નથી, જોકે આગનું ચોક્કસ કારણ હજુ અસ્પષ્ટ છે.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
