News of Wednesday, 8th July 2026
મહુવાના બાંભણીયા ગામે ૧૦ વર્ષિય બાળકને દિપડાએ ફાડી ખાધો
સિંહ-દિપડાનો અસહ્ય ત્રાસઃ બે મહિનામા ત્રીજી ઘટના બનતા હાહાકાર

(રહીમ વસાયા દ્વારા) મહુવા, તા.૮: તાલુકા નાં બાંભણીયા ગામે થી એક અત્યંત હૃદયદ્રાવક અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જ્યાં વન્ય પ્રાણીઓ હવે માનવભક્ષી બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બાંભણિયા ગામનો ૧૦ વર્ષનો બાળક નિત્યકુમાર ઙ્કકાશભાઈ ગોંડલિયા પોતાની સાયકલ લઈને વાડીએથી ઘર તરફ જઈ રહ્યો હતો, ત્યારે અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલા દીપડાએ તેના પર ઘાતકી હુમલો કરી દીધો હતો.
આ હુમલામાં બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ દોડી આવી હતી અને બાળકના મળતદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. મહુવા પંથકમાં છેલ્લા બે મહિનામાં વન્ય ઙ્કાણીના હુમલાની આ ત્રીજી ઘટના છે. સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છે કે વન વિભાગ આ માનવભક્ષી દીપડાઓને પાંજરે પૂરવા માટે કયારે કડક પગલાં ભરશે? શું હજુ પણ કોઈ અન્ય નિર્દોષના જીવની રાહ જોવાઈ રહી છે તેવું લોકમુખે ચર્ચાય રહ્યું છે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
