<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

વિરપુરના ગેસ્‍ટ હાઉસમાંથી કુટણખાનુ પકડાયુ

ગેસ્‍ટ હાઉસમાં રૂમના ભાડા ઉપરાંત કમિશન મેળવી મહિલાઓને બોલાવી દેહ વ્‍યાપાર થતો'તોઃ ગેસ્‍ટ હાઉસના માલીક તથા સંચાલકની ધરપકડઃ રાજકોટ ગ્રામ્‍ય એન્‍યુ, હયુમન ટ્રાફીકીંગ યુનિટનો દરોડો

તસ્‍વીરમાં પકડાયેલ ગેસ્‍ટ હાઉસના માલીક તથા સંચાલક (નીચે બેઠેલા) સાથે પોલીસ સ્‍ટાફ નજરે પડે છે. (તસ્‍વીર : કિશન મોરબીયા)

(કિશન મોરબીયા દ્વારા) વીરપુર તા. ર૮ :.. રાજકોટ  જિલ્લાના વીરપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના એક ખાનગી ગેસ્‍ટ હાઉસ ચાલતા અનૈતિક દેહવ્‍યાપારના ધંધાનો રાજકોટ ગ્રામ્‍ય પોલીસનીએન્‍ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્‍યો છે. આ મામલે ગેસ્‍ટ હાઉસના માલિક અને સંચાલક સહિત બે આરોપીઓ સામે  ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં  કરાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ  રાજકોટ   જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના સૂચન અનુસાર જિલ્લામાં ચાલતા અનૈતિક દેહવ્‍યાપાર સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત એલ.સી.બી.ના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર તથા AHTUના નોડલ ઓફિસર જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ AHTUની ટીમ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એન.એ. શુક્‍લ,  યુપીસી દિલીપસિંહ જયદેવસિંહ, યુપીસી મનીષાબેન ખીમાણિયા તથા ડ્રાઈવર સાગરભાઈ વૈશ સહીત ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે AHTUની ટીમે વીરપુરના ચામુંડા ચોક, સ્‍વામિનારાયણ મંદિરવાળી શેરીમાં આવેલ ખોડીયાર ગેસ્‍ટ હાઉસમાં દરોડો પાડ્‍યો હતો. તપાસ દરમિયાન ગેસ્‍ટ હાઉસમાં બહારથી મહિલાઓને બોલાવી પુરુષ ગ્રાહકોને રૂમમાં અનૈતિક પ્રવળત્તિ માટે સગવડો પૂરી પાડવામાં આવતી હોવાની હકીકત સામે આવી હતી. રૂમના ભાડા ઉપરાંત કમિશન મેળવી આ ધંધો ચલાવવામાં આવતો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્‍યું હતું.

આ ગુનામાં પોલીસે  ગેસ્‍ટ હાઉસના માલીક અને સંચાલક (૧) નિલેશભાઈ પરસોતમભાઈ ગુજરાતી રહે. જલારામનગર, રેલવે ફાટક પાસે,વીરપુર તથા  (૨) અજયભાઈ માધુભાઈ ભટી, રહે. ફુલવાડી, રામજી મંદિર રોડ, જેતપુરને સ્‍થળ પરથી રૂ. ૪,૨૦૦ની રોકડ રકમ, ચાર પુરુષ નિરોધ પેકેટ તથા એક મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ  સાથે પકડી પાડી બેન્ને સામે ગુન્‍હો દાખલ કરી કાર્યવાહી કરાઇ છે.

રાજકોટ ગ્રામ્‍ય પોલીસ દ્વારા અનૈતિક દેહવ્‍યાપાર અને માનવ તસ્‍કરી જેવા ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ પોલીસે જણાવ્‍યું છે

(1:18 PM IST)