<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

મોરબીમાં અલગ અલગ ત્રણ જગ્યાએથી જુગાર રમતા કુલ 18 ઝડપાયા.

મોરબીમાં કુબેર ટોકીઝ પાછળ મફતિયાપરામાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોરબી-2 માં કુબેર ટોકીઝ પાછળ, ધારના નાકાના પટમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગોળ કુંડાળું વળીને તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ઝડપાયેલા આરોપીઓમાં જગદીશભાઈ રમેશભાઈ પાટડીયા (ઉ.વ. 26, રહે. કુબેર ટોકીઝ પાછળ, ધાર ઉપર, મફતિયુંપરું, મોરબી-2), જયપાલભાઈ મુળજીભાઈ કુંવરીયા (ઉ.વ. 28, રહે. કુબેર ટોકીઝ પાછળ, ધાર ઉપર, મફતિયુંપરું, મોરબી-2), હિતેશભાઈ રાજુભાઈ મુંધવા (ઉ.વ. 26, રહે. કુબેર ટોકીઝ પાછળ, ધાર ઉપર, મફતિયુંપરું, મોરબી-2), કિશનભાઈ સુરેશભાઈ પરમાર (ઉ.વ. 27, રહે. કુબેર ટોકીઝ પાછળ, ધાર ઉપર, મફતિયુંપરું, મોરબી-2), દિનેશભાઈ ઘોઘાભાઈ વરાણીયા (ઉ.વ. 45, રહે. ત્રાજપર, ચોરા પાસે, મોરબી-2) નો સમાવેશ થાય છે. તેઓની પાસેથી જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો મળી કુલ રોકડા રૂ. 11300 અને ગંજીપત્તાના પાના નંગ 52 જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજા બનાવમાં મોરબીમાં દુકાનમાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે મોરબી-2 વિસ્તારમાં આવેલી એક દુકાનમાં દરોડો પાડી જુગાર રમતા 7 શખ્સોને ઝડપી પાડયા છે. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે પરેશભાઈ જીવરાજભાઈ ગોધાણી પોતાની 'યોર એન્ટરપ્રાઈઝ' નામની દુકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે અને નાલ ઉઘરાવે છે. આ હકીકતના આધારે પોલીસે બાપાકે પ્લાઝા વિશાલ ફર્નીચર પાસે આવેલી આ દુકાનમાં દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન 7 શખ્સો તીનપત્તીનો જુગાર રમતા રંગેહાથ પકડાઈ ગયા હતા. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓમાં પરેશભાઈ જીવરાજભાઈ ગોધાણી (ઉ.વ. 27, રહે. ઉમા રેસીડેન્સી સોસાયટી, પંચાસર રોડ, મોરબી 1), ફેનીલભાઈ અલ્પેશભાઈ ભાડજા (ઉ.વ. 26, રહે. રોયલ હાઈસ્ટ ફ્લેટ નં 501, ઉમા ટાઉનશીપ, મોરબી 2), જયમલભાઈ મનસુખભાઈ સોલંકી (ઉ.વ. 39, રહે. ફલેટ નં 503, શીવગંગા અપાર્ટમેન્ટ, વૃંદાવન પાર્ક સોસાયટી, મોરબી 2), મેહુલભાઈ રમેશભાઈ બોડા (ઉ.વ. 37, રહે. ફલેટ નં 103, રામ મહીમા એપાર્ટમેન્ટ, વૈદેહી પ્લાઝા સામે, રવાપર ઘુનડા રોડ, મોરબી 1), સતીષભાઈ મુકેશભાઈ કારેણ (ઉ.વ. 26, રહે. ફલેટ નં 503, શીવધારા જલધારા ફલેટ, મહેન્દ્રનગર, મોરબી 2), સંજયભાઈ મનસુખભાઈ પીપળોતર (ઉ.વ. 27, રહે. મનસુખભાઈ પટેલના મકાનમાં, મયુર સોસાયટી, ઉમિયા સર્કલ પાસે, મોરબી 1), ચીરાગભાઈ ધીરજભાઈ કોદાવરા (ઉ.વ. 32, રહે. ફલેટ નં 102, હરીકુંજ અપાર્ટમેન્ટ, વૃંદાવન પાર્ક સોસાયટી, મોરબી 2) નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો મળી કુલ રોકડા રૂ. 45200 અને ગંજીપત્તાના પાના નંગ 52 જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં મોરબીના કાલિકા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા ૬ આરોપીઓ ઝડપાયા.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં માહી ડેરી નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) વિનોદભાઈ ઉર્ફે પેટારો મગનભાઈ કુંઢીયા રહે. કાલિકા પ્લોટ, મોરબી (૨) ભાવેશભાઈ રણછોડભાઈ સાથડિયા રહે. ભીમસર,ત્રણ માળીયા,વેજીટેબલ રોડ મોરબી (૩) રહેમતઉલ્લા ઇસ્માઇલભાઇ ખુરેશી રહે કાલિકા પ્લોટ, મોરબી (૪) એઝાજભાઇ ઉર્ફે બોદિયો જેનુદીનભાઇ રૂમી રહે. કાલિકા પ્લોટ, હુસેની ચોક પાસે, મોરબી (પ) મુસ્તાક ઉર્ફે મુસો આમદભાઈ વાઘેર રહે. કાલિકા પ્લોટ,હુડકો ક્વાર્ટર, મોરબી અને આરોપી (૬) કાનજીભાઇ ઉર્ફે કાનો ધનજીભાઈ મેર ૨હે. કાલિકા પ્લોટ, મોરબી વાળાઓને રોકડા રૂપિયા ૧ર,૮00 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.



 

(11:54 PM IST)