તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૨૦૩ સંવેદનશીલ મતદાન મથકો: જ્યારે ૬ અતિ સંવેદનશીલ મતદાન મથકો
જિલ્લા અને તાલુકા પંચાયતમાં ૪૨૮ સંવેદનશીલ મતદાન મથકો જ્યારે ૩૯ અતિ સંવેદનશીલ મતદાન મથકો: ઉપરાંત સિક્કા નગરપાલિકામાં ૧૫ સંવેદનશીલ મતદાન મથકો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૫ : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન પ્રક્રિયા સુચારુ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પ્રશાસન દ્વારા મતદાન મથકોનું સંવેદનશીલતા આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં કુલ ૪૧૬ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે, જેમાંથી ૨૧૩ મતદાન મથકોને સંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્યા છે, અને આ માટે કુલ ૮૭ લોકેશન નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૬ મતદાન મથકોને અતિ સંવેદનશીલ ગણવામાં આવ્યા છે, જેના માટે ૩ લોકેશન રાખવામાં આવ્યા છે.
તે જ રીતે, સિક્કાનગર પાલિકાની ચૂંટણીમાં કુલ ૧૫ મતદાન મથકો સંવેદનશીલ તરીકે ગણવામાં આવ્યા છે, જેમાંથી ૭ લોકેશન નિર્ધારિત કરવામાં આવ્યા છે.
જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે કુલ ૧૧૫૦ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. તેમાંથી ૪૩૯ મતદાન મથકોને સંવેદનશીલ ગણવામાં આવ્યા છે, અને તેના માટે ૨૩૩ લોકેશન નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે ૪૪ મતદાન મથકોને અતિ સંવેદનશીલ ગણવામાં આવ્યા છે, જેના માટે ૨૨ લોકેશન નિર્ધારિત કરવામાં આવ્યા છે.
આ સમગ્ર વ્યવસ્થાથી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં સહાય મળશે અને મતદારો નિર્ભય રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
