<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત કુલ ૨૧૩૭ ઈ.વી.એમ.ના કમિશનિંગની પ્રક્રિયા પૂર્ણ થઇ

મહાનગર પાલિકા વિસ્તારમાં કુલ ૪૭૪ ઈવીએમ,જિલ્લા પંચાયત માટે ૮૦૮ અને તાલુકા પંચાયતો માટે ફાળવવામાં આવેલ ૮૨૪ ઈવીએમના કમિશનિંગની પ્રક્રિયા ૧૦૦% પૂર્ણ

જામનગર:જામનગર મહાનગર પાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા/તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે કુલ ૨૩ ચૂંટણી અધિકારીઓને ૨૧૩૭ ઈ.વી.એમ. ફાળવવામાં આવ્યા છે. જેના કમિશનિંગની પ્રક્રિયા ૧૦૦% પૂર્ણ કરવામાં આવી છે. 
જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં કુલ ૪૭૪ ઈવીએમ પૈકી વોર્ડ નં.૧ થી ૪માં ૧૧૨ ઈવીએમ, વોર્ડ નં.૫ થી ૮માં ૧૧૫ ઈવીએમ, વોર્ડ નં.૯ થી ૧૨માં ૧૨૬ ઈવીએમ, વોર્ડ નં.૧૩ થી ૧૬માં ૧૨૧ ઈવીએમ ફાળવવામાં આવ્યા છે. જેના કમિશનિંગની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. સિક્કા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નં.૧થી૭માં ૩૧ ઈવીએમના કમિશનિંગની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. જામનગર જિલ્લા પંચાયત માટે ૮૦૮ અને તાલુકા પંચાયતો માટે ફાળવવામાં આવેલ ૮૨૪ ઈવીએમના કમિશનિંગની પ્રક્રિયા ૧૦૦% પૂર્ણ થઇ છે.

(8:01 PM IST)