તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
મોરબી મહાપાલિકા ચૂંટણીમાં કુલ 65.62 ટકા મતદાન થયું.
પુરુષોનું 69.69% અને સ્ત્રીઓનું 61.2% મતદાન, વોર્ડ નંબર 4 માં સૌથી વધુ 70.71 ટકા અને વોર્ડ નંબર 7 માં સૌથી ઓછું 55.55 ટકા વોટિંગ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી: મોરબી મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત આજે સવારના 07:00 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલેલી મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. લોકશાહીના આ પર્વમાં મોરબીના નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાંજે 6 વાગ્યા સુધીના સત્તાવાર અંદાજિત આંકડા મુજબ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ સરેરાશ 65.62% મતદાન નોંધાયું છે.
મતદાનની આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, મહિલાઓની સરખામણીમાં પુરુષ મતદારોએ વધુ ઉત્સાહ દર્શાવ્યો છે. 07:00 થી 6 વાગ્યા સુધીના સમયગાળામાં કુલ નોંધાયેલા પુરુષ મતદારો પૈકી 69.69% લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જ્યારે સ્ત્રી મતદારોનું મતદાન 61.2% નોંધાયું છે. તમામ 13 વોર્ડના આંકડા જોતા વોર્ડ નંબર 4 ના મતદારોએ સૌથી વધુ 70.71% મતદાન કર્યું છે, જ્યારે સૌથી ઓછો ઉત્સાહ વોર્ડ નંબર 7 માં જોવા મળ્યો છે જ્યાં માત્ર 55.55% વોટિંગ થયું છે.
વોર્ડ વાઈઝ મતદાન
વોર્ડ 1 - 68.14%
વોર્ડ 2 - 66.56%
વોર્ડ 3 - 65.72%
વોર્ડ 4 - 70.71%
વોર્ડ 5 - 66.8%
વોર્ડ 6 - 62.94%
વોર્ડ 7 - 55.55%
વોર્ડ 8 - 67.57%
વોર્ડ 9 - 64.61%
વોર્ડ 10-67.38%
વોર્ડ 11 - 66.67%
વોર્ડ 12-63.64%
વોર્ડ 13 - 65.67%
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
