<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

મોરબી મહાપાલિકા ચૂંટણીમાં કુલ ૬૫.૬૨ ટકા મતદાન થયું

પુરુષોનું ૬૯.૬૯% અને સ્‍ત્રીઓનું ૬૧.૨% મતદાન, વોર્ડ નંબર ૪ માં સૌથી વધુ ૭૦.૭૧ ટકા અને વોર્ડ નંબર ૭ માં સૌથી ઓછું ૫૫.૫૫ ટકા વોટિંગ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૨૭: મોરબી મહાનગરપાલિકા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત આજે સવારના ૭ વાગ્‍યાથી સાંજના ૬ વાગ્‍યા સુધી ચાલેલી મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. લોકશાહીના આ પર્વમાં મોરબીના નગરજનોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. સાંજે ૬ વાગ્‍યા સુધીના સત્તાવાર અંદાજિત આંકડા મુજબ મોરબી મહાનગરપાલિકા વિસ્‍તારમાં કુલ સરેરાશ ૬૫.૬૨% મતદાન નોંધાયું છે.

મતદાનની આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, મહિલાઓની સરખામણીમાં પુરુષ મતદારોએ વધુ ઉત્‍સાહ દર્શાવ્‍યો છે. ૭ થી ૬ વાગ્‍યા સુધીના સમયગાળામાં કુલ નોંધાયેલા પુરુષ મતદારો પૈકી ૬૯.૬૯% લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જ્‍યારે સ્‍ત્રી મતદારોનું મતદાન ૬૧.૨% નોંધાયું છે. તમામ ૧૩ વોર્ડના આંકડા જોતા વોર્ડ નંબર ૪ ના મતદારોએ સૌથી વધુ ૭૦.૭૧% મતદાન કર્યું છે, જ્‍યારે સૌથી ઓછો ઉત્‍સાહ વોર્ડ નંબર ૭ માં જોવા મળ્‍યો છે જ્‍યાં માત્ર ૫૫.૫૫% વોટિગ થયું છે.

વોર્ડ વાઈઝ મતદાન

વોર્ડ ૧ - ૬૮.૧૪%, વોર્ડ ૨ - ૬૬.૫૬%, વોર્ડ ૩ - ૬૫.૭૨%, વોર્ડ ૪ - ૭૦.૭૧%, વોર્ડ ૫ - ૬૬.૮%, વોર્ડ ૬ - ૬૨.૯૪%, વોર્ડ ૭ - ૫૫.૫૫%, વોર્ડ ૮ - ૬૭.૫૭%, વોર્ડ ૯ - ૬૪.૬૧%, વોર્ડ ૧૦-૬૭.૩૮%, વોર્ડ ૧૧ - ૬૬.૬૭%, વોર્ડ ૧૨-૬૩.૬૪%, વોર્ડ ૧૩ - ૬૫.૬૭%.

 

(11:25 AM IST)