તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
જન્માષ્ટમીએ કાળિયા ઠાકોરના ધામે ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ: "દ્વારકા ઉત્સવ-2026"માં લોકગાયકોની રમઝટથી શ્રદ્ધાળુઓ લીન થયા
ગીતાબેન રબારી અને ભાવેશ આહિરે લોકગીતો અને કૃષ્ણ ભજનોની પ્રસ્તુતિથી ગુંજવી દ્વારકાનગરી; પવિત્ર સંધ્યાએ હજારો ભક્તો ઝૂમી ઉઠ્યા

દ્વારકા: યાત્રાધામ દ્વારકા ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીના પવિત્ર પર્વની ઉજવણી અંતર્ગત "દ્વારકા ઉત્સવ-2026"નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમીની પવિત્ર સંધ્યાએ યોજાયેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યના સુપ્રસિદ્ધ લોકગાયક ગીતાબેન રબારી અને ભાવેશ આહિરે પોતાના સુર અને સંગીતથી રાસ-ગરબા અને ભજનોની અનોખી રમઝટ બોલાવી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ગીતાબેન રબારી અને ભાવેશ આહિરે ભગવાન શ્રીકૃષ્ણના વિખ્યાત ભજનો, દ્વારકાધીશની સ્તુતિ અને રૂડાં લોકગીતો રજૂ કરીને સમગ્ર વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધું હતું. માધવના સાનિધ્યમાં ઉપસ્થિત હજારો ભક્તો અને પ્રવાસીઓ લોકસંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર પરંપરાગત વાતાવરણ ભક્તિરસમાં બોળાઈ ગયું હતું.
જન્માષ્ટમી નિમિત્તે દ્વારકાધીશ મંદિર અને આસપાસના પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં સ્થાનિક નાગરિકો ઉપરાંત દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં હાજરી આપીને સાંસ્કૃતિક વારસા અને ભક્તિભર્યા માહોલનો આનંદ માણ્યો હતો.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
