News of Wednesday, 16th September 2026
વિશ્વપ્રસિદ્ધ તરણેતર લોકમેળામાં અનોખી લાડુ ખાવાની સ્પર્ધા યોજાઈ : બળવંતભાઇએ કુલ 28 લાડુ ખાઈ પ્રથમ સ્થાન મેળવ્યું
સ્પર્ધામાં વિંછીયા તાલુકાના ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણીએ 30 મિનિટમાં 228 લાડુ આરોગ્યા : ASP વેદિકા બિહાનીના હસ્તે રૂ.2,000નું રોકડ પુરસ્કાર અપાયું

સુરેન્દ્રનગરના થાન તાલુકામાં યોજાઈ રહેલા વિશ્વપ્રસિદ્ધ તરણેતર લોકમેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત અનોખી લાડુ ખાવાની સ્પર્ધા યોજાઈ હતી. પરંપરાગત મેળામાં યોજાયેલી આ સ્પર્ધાએ મેળામાં આવેલા લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.
આ લાડુ સ્પર્ધામાં જિલ્લામાંથી 25થી 75 વર્ષની વયના અંદાજે 28 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 30 મિનિટની સમયમર્યાદામાં દાળ સાથે તૈયાર કરાયેલા બેસન અને ખાંડના લાડુ ખાવાના હતા. સ્પર્ધકોમાં શરૂઆતથી જ જીત માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
સ્પર્ધામાં વિંછીયા તાલુકાના ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે નિર્ધારિત 30 મિનિટના સમયગાળામાં કુલ 28 લાડુ ખાઈ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધાના અંતિમ તબક્કામાં પાંચ સ્પર્ધકો વચ્ચે જીત માટે રસાકસી જોવા મળી હતી.
લાડુ ખાવાની આ અનોખી સ્પર્ધા જોવા માટે મોટી સંખ્યામાં મેળારસિકો, ગ્રામજનો અને અધિકારીઓ એકઠા થયા હતા. સ્પર્ધા દરમિયાન લોકોનો ઉત્સાહ અને રોમાંચ સતત જોવા મળ્યો હતો.
પ્રથમ ક્રમે વિજેતા બનેલા બળવંતભાઈ રાઘવાણીને ASP વેદિકા બિહાનીના હસ્તે રૂ.2,000નું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું. તરણેતર મેળાની પરંપરાગત ઉજવણી વચ્ચે યોજાયેલી આ સ્પર્ધા લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
