તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
ખાખરેચી ગામે તળાવમાં નવા નીરના વધામણાં કરવાની વર્ષો જૂની અનોખી પરંપરા જીવંત રખાઈ
જળ પૂજન બાદ જ ઉપયોગના ભાવ સાથે તળાવમાં નવા પાણીની આવક થતાં ક્ષત્રિય દ્વારા રક્તની અંજલિ આપી વધામણાં કરાયા

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી:મોરબી જિલ્લાના ખાખરેચી ગામે પ્રકૃતિ પ્રત્યેની અગાધ શ્રદ્ધા અને સંસ્કૃતિને ઉજાગર કરતી એક અનોખી પરંપરા આજે પણ ગ્રામજનો દ્વારા જીવંત રાખવામાં આવી છે. ચોમાસાની ઋતુમાં સારો વરસાદ થવાથી જ્યારે પણ ગામના તળાવમાં નવા પાણીની આવક થાય છે, ત્યારે ગામના ક્ષત્રિય દ્વારા પોતાના રક્તની અંજલિ આપીને આ નવા નીરના હર્ષોલ્લાસ સાથે વધામણાં કરવામાં આવે છે.
આ પરંપરા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય "ધરતી માતા અને જળ દેવતાને પહેલા પૂજો, ત્યારબાદ જ તેનો ઉપયોગ કરો" તેવો પવિત્ર ભાવ રહેલો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ માત્ર એક ધાર્મિક રીત નથી પરંતુ પૂર્વજોની શ્રદ્ધા, સમર્પણ અને પ્રકૃતિ પ્રત્યેના આદરનું પ્રતીક છે. આજના આધુનિક યુગમાં પણ આવી પ્રાચીન પરંપરાઓનું જતન કરીને ગામની નવી પેઢી પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસા પર ગર્વ અનુભવી રહી છે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
