<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

ચોટીલાના કુંઢડા ગામની સીમના જંગલમાં લાકડા કાપતા હોવાનો વીડિયો વાયરલ થતા ભારે ચકચાર

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં વન વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

કુંઢડા ગામની સીમમાં આવેલા જંગલ વિસ્તારમાં લાકડા કાપવામાં આવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. વીડિયોમાં જંગલના આશરે ત્રણ કિલોમીટર વિસ્તારમાં મોટા પ્રમાણમાં વૃક્ષો કપાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.ચોટીલા-આણંદપુર રોડ પરથી અંદાજે ત્રણ કિલોમીટર દૂર આવેલા કુંઢડા ગામ નજીકના જંગલ વિસ્તારમાં આ ઘટનાનો વીડિયો સામે આવતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં વન વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

(12:08 AM IST)