તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
જામનગરના ખંભાળીયા હાઇવે પર આવેલ ટી-પોસ્ટની સામે અવાવરું જગ્યા પાસે આવેલ કુવામાંથી મહિલાની લાશ મળી
મહિલા કુવામા કેવી રીતે પડી અને આ બનાવનું કારણ શું છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસનો ઘમધમાટ શરુ.

જામનગરમા કુવામાંથી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ખંભાળીયા હાઇવે પર આવેલ ટી-પોસ્ટની સામે અવાવરું જગ્યા પાસે આવેલ કુવામાંથી મહિલાની લાશ મળી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક વાડી વિસ્તારના લોકોએ ફાયર અને પોલીસને જાણ કરી હતી. જામનગર ફાયર વિભાગ દ્વારા મહિલાની લાશને કુવામાંથી બહાર કાઢવામાં આવી. હાલ સમગ્ર મામલે જામનગર શહેર પોલીસ દ્વારા મહિલાની લાશની ઓળખ અંગે તપાસ હાથ ધરી છે. મહિલા કુવામા કેવી રીતે પડી અને આ બનાવનું કારણ શું છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસનો ઘમધમાટ શરુ કરાયો છે
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
