News of Wednesday, 18th November 2026
મોરબીના જોધપર મચ્છુ-૨ ડેમમાં પડતું મૂકી મહિલાનો આપઘાત.
નાની દીકરીની સગાઇ તૂટી જવાથી લાગી આવતા આ અંતિમ પગલું ભર્યું અનુમાન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલા તુલસી હાઇટ્સમાં રહેતા ૫૮ વર્ષીય મહિલા જોધપર નદી મચ્છુ-૨ ડેમમાં પડતું મૂકી આત્મહત્યા કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના રવાપર રોડ પરના તુલસી હાઇટ્સમાં રહેતા હંસાબેન મનસુખભાઈ લાણીયા (ઉ.વ. ૫૮) જોધપર નદી મચ્છુ-૨ ડેમમાં પડતું મુકીને આત્મહત્યા કરી હતી. નાની દીકરીની સગાઇ તૂટી જવાથી લાગી આવતા આ અંતિમ પગલું ભર્યું હોવાની સુત્રો પાસેથી માહિતી મળી છે. આ અંગે મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
