હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 31st October 2026
ઇન્દિરા ગાંધીની પૂર્ણતિથિએ જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
શહેર કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ સ્વ. ઇન્દિરા ગાંધીના ફોટો સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. 31 : ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન અને આયર્ન લેડી તરીકે ઓળખાતા સ્વ. શ્રીમતી ઇન્દિરા ગાંધીની પૂર્ણતિથિ નિમિત્તે જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શહેર કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ સ્વ. ઇન્દિરા ગાંધીના ફોટો સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આ પ્રસંગે ઇન્દિરા ગાંધીના દેશના વિકાસ, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટેના યોગદાનને યાદ કરી તેમના જીવન અને કાર્યને શ્રદ્ધાપૂર્વક બિરદાવવામાં આવ્યું હતું.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
